ગાંધીનગર : અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીમાં ઘટાડો થયો છે. સળંગ ત્રીજા દિવસે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડીગ્રી નોંધાતા લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. આગામી સપ્તાહથી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
10 ડીગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. અમદાવાદમાં શુક્રવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5.1 ડીગ્રી વધીને 32.4 થયુ હતું. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થાય. પાટનગર ગાંધીનગરમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉત્તરાયણ જેમ નજીક આવશે તેમ ઠંડીમાં જોરદાર વધારો થશે.
ગુજરાતમાં બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે નલિયામાં પણ તાપમાનમાં વધારો થયો હતો. શુક્રવારે 10 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઓખામાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 12.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
દિલ્હી સહિતના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ
ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે રાજધાની દિલ્હી સહિતના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. વિઝિબિલિટી શુન્ય હોવાથી ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ છે. વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાતા હેડલાઈટ ચાલુ કરીને વાહનો ચલાવવા પડે છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે 100થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી.
આખા જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ કરીને ઉત્તરાયણ સુધી રાજ્યમાં ઠંડીનો મારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા ઓછી થવાના પગલે ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે.
દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો
દિલ્હી-NCR સહિત દેશના તમામ રાજ્યો આ દિવસોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે દેશના તમામ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનને કારણે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે પવન અને વરસાદ 6 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી