રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ વરસશે. તો આવતીકાલે આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગની આગાહીના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે. કેમ કે હજુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મગફળી ખેંચીને ખેતરમાં પાથરા કરેલા છે. તો કપાસને પણ ઉતારવાનો બાકી છે. જો માવઠું થશે તો મહેનત પર પાણી ફરી વળશે.


કાશ્મીર હિમવર્ષા


કાશ્મીર ખીણમાં ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ પડ્યો, જેના કારણે સમગ્ર પ્રદેશના તાપમાનમાં વધુ ઘટાડો થયો. કુપવાડા અને ગાંદરબલમાં મહત્તમ હિમવર્ષા સાથે સમગ્ર પ્રદેશના પહાડી વિસ્તારોમાંથી હળવાથી મધ્યમ હિમવર્ષાના અહેવાલ છે


હવામાન વિભાગ કાશ્મીરના ડાયરેક્ટર સોનમ લોટસે જો કે કહ્યું કે કાશ્મીરમાં કોઈ મોટી હિમવર્ષા થવાની કોઈ આગાહી નથી કારણ કે આવતીકાલથી હવામાન સુધરશે અને 6 થી 20 નવેમ્બર સુધી હવામાન મોટાભાગે સૂકું રહેશે. હવામાન વિભાગે ગુરુવારે રાતથી ઉત્તર કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રના અત્યંત પશ્ચિમના ભાગોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી હતી.


ઉત્તર કાશ્મીરમાં, ખાસ કરીને ગુરેઝ અને માછિલ સેક્ટરમાં અને પશ્ચિમ લદ્દાખમાં ઝોજિલા-દ્રાસ અક્ષમાં હળવા અને મધ્યમ હિમવર્ષા અને વરસાદ થયો હતો. સોનમ લોટસે કહ્યું કે સાંજ સુધીમાં તે વધુ તીવ્ર બનશે અને કાશ્મીરના મોટાભાગના મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે, જ્યારે કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા થશે.


ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે કાશ્મીરમાં 4 અને 5 નવેમ્બરે હિમવર્ષા અને વરસાદની આગાહી કરી હતી. આવી સ્થિતિમાં 4 નવેમ્બરે હવામાન સૂકું રહ્યું હતું, પરંતુ 5 નવેમ્બરની વહેલી સવારે હવામાનમાં પલટો આવ્યો હતો.