ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 20 કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 17 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,16,387 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.75 ટકા જેટલો છે.


રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધી કુલ 4,365 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 223 છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 219 દર્દીઓ સ્ટેબલ છે. આજે એક પણ વ્યક્તિનું કોરોનાથી નિધન થયું નથી. 


આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં 7, જૂનાગઢમાં 4, વલસાડમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે. આ સિવાય અન્ય એક પણ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા નથી. તેની સામે વડોદરા કોર્પોરેશનમાં 2, વલસાડમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 8 અને સુરત કોર્પોરેશનમાં 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 


દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Covid 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજાર 729 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 221 લોકોના મોત થયા હતા, જેના પછી મૃત્યુઆંક વધીને 4 લાખ 59 હજાર 873 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.


 


સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો


 


કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 165 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા એક લાખ 48 હજાર 922 છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 37 લાખ 24 હજાર 959 લોકો સાજા થયા છે.


 


રસીનો આંકડો 107 કરોડને પાર





 





 


 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે દેશમાં કોરોનાના 5 લાખ 65 હજાર 276 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં 107 કરોડ 70 લાખ 46 હજાર 116 લોકોને રસી આપવામાં આવી છે.


 


કેરળમાં કોવિડના 7545 નવા કેસ નોંધાયા છે


 


કેરળમાં કોરોના વાયરસના ચેપના 7,545 નવા કેસ નોંધાયા છે અને રોગચાળાને કારણે વધુ 136 સંક્રમિત લોકોના મોત થયા છે. રાજ્યમાં ચેપના કુલ કેસ 49.95 લાખને વટાવી ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 32,734 પર પહોંચી ગયો છે. સરકારી જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે બુધવારથી અત્યાર સુધીમાં 5,963 વધુ દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે, ત્યારબાદ સંક્રમણ મુક્ત લોકોની સંખ્યા 48,87,350 પર પહોંચી ગઈ છે.


 


ગુજરાતમાં કોરોના કેસ


 


રાજ્યમાં આજે કોરોનાના નવા 24 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 27,283 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા છે. આજે 24 કેસ નોંધાયા, જેની સામે 13 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધઈમાં 8,16,370 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.