Matru Pitru Mandir: એક તરફ આપણે વિકાસમાં હરણફાળ ભરી છે તો બીજી તરફ વૃદ્ધશ્રમો વધતી સંખ્યા સમાજ માટે કલંકરૂપ છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે, જે માતા પિતા પોતાના સંતાનોને પાળી પોશીને મોટા કરે છે જ્યારે એજ સંતાનો મોટા થતા પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે. જો કે, આવા સમયે એક અધિકારીએ પોતાના માતા પિતાનું મંદિર બનાવી અનોખી પહેલ કરી છે. 


સામાન્ય રીતે તો તમે દેવી દેવતાના મંદિર જોયા હશે પરંતુ બનાસકાંઠા જિલ્લાના એક અધિકારી દ્વારા માતા પિતાની યાદમાં માતૃ-પિતૃ મંદિર બંધાવવામાં આવ્યું છે. કોરોનાકાળ દરમિયાન પોતાના પિતાનું અવસાન થતાં અધિકારીએ એમની યાદમાં મંદિર બધાવ્યું હતું. આ મંદિર વિશ્વનું પ્રથમ મંદિર હશે જે માં-બાપની યાદમાં બંધાવવામાં આવ્યું. વર્તમાન વિશ્વની અજાયબી પ્રથમવાર નિમિત માતૃ પિતૃ મંદિરની પ્રથમ વર્ષગાઢના નિમેતે આજે પાલનપુરના વૃધ્ધાશ્રમના વૃર્ધાને બોલાવી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.




રાજકીય નેતા સહિત અધિકારીઓ પણ વર્ષગાઢ નિમિત્તે હાજરી આપી હતી આકોલી ગામ તથા આજુબાજુના ગામ લોકોએ પણ વિશ્વના પ્રથમ માતૃ પિતૃ મંદિરના દર્શન કર્યા હતા. સંસ્કૃતમાં કહેવત છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પરંતુ અનેક માતા-પિતાઓને જિંદગીના છેલ્લા દિવસોમાં તરછોડી દેવા આવતા હોય છે અને મા બાપને વૃદ્ધાશ્રમનો સહારો લેવા મજબૂર બનવું પડે છે ત્યારે લોકોમાં મા બાપ પ્રત્યે લગાવ બની રહે અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં ઘટાડો થાય તેવા આશેયથી બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામના સુદીપકુમાર વાલાણી નામના તાલુકા વિકાસ અધિકારીએ પોતાના પિતાની યાદમાં મંદિર બંધાવવામાં આવ્યું.


કોરોના કાળ દરમિયાન આકોલી ગામના વતની દિનેશભાઈ વાલાણીનું અવસાન થયું હતું. સ્વ.દિનેશભાઈ વાલાણીનું સપનું હતું કે વૃદ્ધાશ્રમ બનાવવામાં આવે પરંતુ તેમના પરિવારે દ્રઢ નિર્ણય કર્યો કે માતૃ પિતૃ મંદિર બનાવી સમાજમાં દાખલો બેસાડી વૃદ્ધાશ્રમમાં મુકતા માતા-પિતાઓને અટકાવવા આવે અને માતા પિતાના છેલ્લા સહારા સુધી દીકરો સાથ આપે તો વૃદ્ધાશ્રમની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેવો નિર્ધાર કરવામાં આવ્યો. સમાજમાં દાખલો બેસાડવા માતા પિતાનું મંદિર બાંધવામાં આવ્યું.