બનાસકાંઠામાં ધાનેરા પંથકમાં દીકરી પર માતા પિતાએ અત્યાચાર ગુજાર્યો હતો. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના ધાનેરામાં સગાઈ બાદ દીકરી ભાગી ન જાય તે માટે માતા પિતાએ દીકરીને સાંકળથી બાંધી રાખી હતી. જોકે આ સમગ્ર ઘટનાની જાણ પાડોશીઓએ 181 મહિલા અભયમને કરતા મહિલા અભયમની ટીમ પહોંચી હતી અને દીકરીને અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી. જોકે બાદમાં પોલીસે સાંકળથી બાંધેલી દીકરીને મુક્ત કરાવી હતી.
માતા પિતાએ સાંકળથી બાંધેલી દીકરીને ઈજા થતા હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ભૂવા પાસે લઇ ગયા હતા. સગાઇ કર્યા બાદ 2-3 વખત દીકરી ભાગી જતા માતા પિતાએ આ પગલું ભર્યું હોવાનું માતા પિતાએ 181 અભયમને નિવેદન આપ્યું હતું.
Surat: સુરતમાંથી ફરી પકડાયુ સેક્સ રેકેટ, 8 વિદેશી રૂપલલનાઓ પોલીસે રંગેહાથે ઝડપી
Surat: સુરતમાંથી વધુ એકવાર સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, સુરતના અલથાણના એટલાન્ટા શૉપિંગ સેન્ટરમાંથી આ મોટુ સેક્સ રેકેટ પકડાયુ છે. આ સેક્સ રેકેટમાં કુલ 9 રૂપલલનાઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડી હતી. આમાં એક હત્યાના ગુનામાં સામેલ યુવતી પણ સંડોવાયેલી છે.
માહિતી પ્રમાણે, સુરતના અલથાનામાં એટલાન્ટા શૉપિંગમાં પોલીસે રેડ કરીને આ મોટા સેક્સ રેકેટનો ભંડાફોડ કર્યો છે. આ રેકેટમાં વિદેશી લલનાઓ સામેલ હતી, જેમાં એક યુવતી જે એડ છે, તેને પણ પોલીસે ઝડપી પાડી હતી. અલથાણ કેનાલ ભીમરાડ રૉડ પર આવેલા એટલાન્ટા શૉપિંગ સેન્ટરમાં બીજા માળે હૉટેલ ગૉલ્ડ આ સેક્સ રેકેટ ચાલતુ હતુ. આ સેક્સ રેકેટમાં કુલ 9 યુવતીઓને ઝડપી પાડવામાં આવી છે, જેમાં 5 થાઇલેન્ડ, 3 કેન્યા અને એક ભારતીય મહિલા સામેલ છે.
જોકે, નવાઇની વાત એ છે કે, હૉટેલમાં સેક્સ રેકેટમાં 5 થાઇ યુવતીઓ પકડાઇ હતી, જેમાંની 3 યુવતીઓ અગાઉ સ્પામાં સેક્સ રેકેટમાંના ભંડાફોડ દરમિયાન પોલીસના હાથે પકડાઇ ચૂકી છે. એટલું જ નહિ અગાઉ મગદલ્લામાં થાઇલેન્ડની યુવતીની હત્યા કરી હતી તે હત્યારી એડા પણ પાછી આ હૉટેલમાં સેક્સ રેકેટમાં ઝડપાઇ છે.
Dwarka: પરીક્ષામાં ખુદ શિક્ષકે જ કરાઇ ચોરી, શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
Dwarka: દેવભૂમિ દ્વારકામાંથી શિક્ષણ જગતને માથુ નીચુ કરાવી દે એવી ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષકે જ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને બૉર્ડ પર પ્રશ્નોના જવાબો લખાવી દીધા છે. બાળકોને ખુદ શિક્ષકે ચોરી કરાવી હોવાની વાત સામે આવતા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરીને તપાસના આદેશ આપી દીધા છે.
દેવભૂમિ દ્વારકાના વસઈમાંથી આ ઘટના સામે આવી છે, અહીં ખુદ એક શિક્ષકે જ બોર્ડ પર જવાબો લખાવી દેતા હંગામો થયો છે. આ ઘટના વસઇ ગામની માધ્યમિક શાળાની છે, જ્યાં તાજેતરમાં જ ધોરણ 9ની પરીક્ષા લેવામાં આવી હતી, આ પરીક્ષા દરમિયાન ખુદ શિક્ષકે જ બોર્ડ પર ઉત્તરો લખાયા અને પરીક્ષાર્થીઓએ તે જવાબવહીમાં ઉતારી લીધા હતા. વિદ્યાર્થીઓએ પણ આ જવાબો ફટાફટ પોતાની જવાબવહીમાં લખી લીધા હતા. આ ઘટના બાદ ભારે હંગામો થયો હતો અને બાદમાં વાત શિક્ષણાધિકારી સુધી પહોંચી હતી, શિક્ષણાધિકારીએ બાબતની ગંભીરતાથી સમજીને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી