ગાંધીનગર: ગાંધીનગરમં હૃદયના તાર ઝંઝોળી દેતી ઘટના બની છે. માસૂમને પેથાપુરની  ગૌશાળા નજીક સીસીટીવી સામે કોઇ ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ છોડી ગયું હતું. બાળક 6થી 8 મહિનાનું હોય તેવો અનુમામ લગાવવામાં આવી રહ્યો છે. ગણતરીના જ સમયમાં ગૌશાલાના કર્મચારીને ઘટનાની જાણ થઇ અને તેમને સ્વામીનારાયણના મંદિરના સ્વામીને જાણ કરી. ત્યારબાદ તરત 100 નંબર પર પોલીસને જાણ કરાઇ હતી. હાલ આ બાળકની સારસંભાળ સિદ્રરાજ હોસ્પિટલના રહીશો લઇ રહ્યાં છે.


ઘટનાની જાણ થતાં ગૃહરાજયમંત્રીએ તપાસના આદેશ આપ્યાં છે. સીસીટીવીના આધારે બાળકને તરછોડીને જનાર બાળકનો સ્કેચ પણ તૈયાર કરવામા આવી રહ્યો છે. રાતભર પોલીસ તરછોડીને ગયેલા બાળકની શોધમાં છે પરંતુ હજું સુધી કોઇ પતો નથી લાગ્યો.


Abp અસ્મિતાનું માસૂમના બાળક કોણ અભિયાન


ગાંધીનગરમાં મળી આવેલ માસૂમ બાળકને લઇને એબીપી અસ્મિતા માસૂમના માવતર કોણ અભિયાન ચલાવી રહ્યું છે. માસૂમ બાળકને માવતર સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું  છે.  Abp અસ્મિતાનું માસૂમના બાળક કોણ અભિયાન અંતર્ગત જે કોઇને આ બાળકને તરછોડનાર શખ્સ કે તેના માતા પિતાના જાણતા હોય તો એબીપી અસ્મિતામાં ફોન કરેન સંપર્ક કરવા અથવા તો ગાંધીનગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.  હાલ ગાંધીનગર વોર્ડ નંબર -2ના કોર્પોરેટર દિપ્તી બેન યશોદા બનીને બાળકને સારસંભાળ લઇ રહ્યાં છે.


ગાંધીનગર શહેર મહામંત્રી ધર્મન્દ્ર વાઘેલા પણ રાતભર માસૂમને શોધવા કવાયત હાથ ધરી છે. બાળકને તરછોડી ગયેલા શખ્સને શોધવા માટે રસતા પર નાકાબંધી કરાઇ છે.


આ પણ વાંચો


Mehsana : કેનાલમાં ઝંપલાવીને યુવકે કરી લીધો આપઘાત, યુવતી સહિત ત્રણ શખ્સોને આપ્યા હતા રૂપિયા


Hyderabad Rains: હૈદરાબાદમાં ભારે વરસાદથી પૂર, નાળામાં તણાયા બે લોકો, સડકો પર વાહનો લાગ્યા તરવા