Banaskanath News: ધાનેરાની નેનાવા ચેક પોસ્ટ પરથી 48 લાખ રોકડા ભરેલી બેગ ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. ખાનગી બસની તલાશી લેતાં સમયે કંડકટર પાસેથી બેગમાં રૂપિયા મળ્યા હતા. રાજસ્થાન તરફથી આવતી બસનું ચેકિંગ કરતાં 48 લાખ મળી આવ્યા હતા. રાજસ્થાનના સિવાણાના સલિમ ઉર્ફે સલ્લુખાન હબીબની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ રૂપિયા ક્યાંથી ક્યાં જઇ રહ્યા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
સુરતમાં અચાનક બેહોશ થઈ ગયા બાદ મોતનો સિલસિલો યથાવત છે. પાંડેસરા વિસ્તારમાં યુવક નું અચાનક બેહોશ થઇ જતા મોત થયું હતું. પાંડેસરાના ગીતા નગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડનું મોત થયું હતું. પરિવાજનોએ હાર્ટ અટેક ની આશંકા વ્યક્ત કરી હતી. જો કે ડૉકટરે કે પીએમ રિપોર્ટરમાં હજુ મોતનું ચોકક્સ કારણ બહાર નથી આવ્યું.
વિરલ રાઠોડ ઘરે આરામ કરી રહ્યા હતો ત્યારે રાત્રે બેહોશ થઇ ગયા હતા. વિરલને સારવાર અર્થે 108 મારફત નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જેને લઈ પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.
થોડા દિવસ પહેલા સુરતના પુણાગામ માં સરકારી સ્કૂલ પાસે મીરા અંબિકા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય જીગ્નેશ વ્રજલાલભાઈ પટેલ ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો પડયો હતો. બાદમાં તે બેભાન થઈ જતા તરત સારવાર માટે નવી સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવવામાં લિંબાયતમાં મીઠીખાડી પાસે ડુંભાલ ટેનામેન્ટમા રહેતો 40 વર્ષીય રામકૃષ્ણ સૈમયા બિટલાને પણ છાતીમાં દુઃખાવો ઉપાડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રીજા બનાવમાં પુણાગામમાં હસ્તીનાપુર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય દર્શન રસીક વાઘેલા ડીંડોલીમાં સાંઇપોઇન્ટ ખાતે આવેલા સાસરીયામાં ગયો હતો. ત્યાં તેને અચાનક ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
સવારે ખાલી પેટે લસણ ખાવું છે ફાયદાકારક, પરંતુ તેને ખાવાની રીત છે એકદમ અલગ, આ રીતે ખાવ
સુરતમાં આધેડે મહિનામાં 10થી વધુ વખત કિશોરીને પીંખી, 10 રૂપિયા આપતો અને કોઇને કહીશ તો......