રાજ્યમાં ગરમીનો કહેર યથાવત છે. સોમવારે સાબરકાંઠાનું હિંમતનગર 45.1 ડિગ્રી સાથે ગુજરાતનું હોટેસ્ટ સિટી રહ્યું. આજે પણ હિંમતનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 44 ડિગ્રી સાથે અમદાવાદ પણ ધમધોખતા તાપમાં શેકાયું. અમદાવાદ સહિત 3 મુખ્ય 3 શહેરોમાં 44, અન્ય ચાર શહેરોમાં મહત્તમ 42 ડિગ્રી તાપમાન નોંધાયુ.


ગુજરાતના 10થી વધુ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ.હાલ ગુજરાતમાં ગરમ અને સુકા પવનોના કારણે પ્રચંડ ગરમીનું જોર યથાવત રહેશે. અમદાવાદ સહિતના શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. હજુ 3 દિવસ ગુજરાતમાં 42 ડિગ્રી આસપાસ સાથે હીટવેવની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં આજે પણ 44 ડિગ્રી તાપમાન રહેશે.


અસાની વાવાઝોડું


ચક્રવાતી તોફાન અસાની દેશના પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. હાલ તો વાવાઝોડું નબળું પડવાના સંકેત મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં માં અલર્ટ અપાયું છે. ઓડિશાના અનેક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદની શરૂઆત થઈ છે.


આંધ્રપ્રદેશના નિત્રાવટી ગામમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર નદી વહેલા લાગી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. આ સાથે ચેતવણી આપવામાં આવી રહી છે. તમામ માછીમારોને દરિયામાંથી પરત ફરવા અને લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચના અપાઈ છે.






પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના દરેક કાર્યક્રમ રદ કરી દીધા છે. આગામી બે દિવસ સુધી મમતા બેનર્જી સચિવાલયથી અસાની વાવાઝોડાની સ્થિતિનું નિરીક્ષણ કરશે. અસાની આ વર્ષનું પહેલું ચક્રવાતી વાવાઝોડું છે. આ પહેલાં 2021માં 3 ચક્રવાતી વાવાઝોડાં આવ્યા હતા.