પોરબંદરઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ બધાની વચ્ચે પોરબંદરના દરિયામાં એક જહાજ સાથે 22 લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ લોકોને બચાવવા માટે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું છે. 











ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં કર્યું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન.દ્રશ્યો પોરબંદરના પશ્ચિમ દરિયાકાંઠે સફર કરી રહેલા જહાજના છે, જેમાંથી જહાજના ક્રૂ મેંબરે કોસ્ટગાર્ડને પૂરની તકલીફનો કોલ કર્યો હતો. તકલીફનો ચેતવણી કોલ મળ્યા બાદ કોસ્ટ ગાર્ડ તરત ઘટનાસ્થળે પહોંચ્યું અને બચાવ કામગીરી શરૂ કરી હતી જહાજ યુએઈથી આવી રહ્યું હતું, જેમાં 22 ક્રૂ સાથે 6000 ટન સામાન હતો. નવા જ કમિશન થયેલા એડવાંસ્ડ ધ્રુવ હેલિકોપ્ટરને તૈનાત કર્યા હતા.






રેસ્ક્યૂ કરાયેલા 22 લોકોમાંથી 20 ભારતીય, એક પાકિસ્તાની અને એક શ્રીલંકન નાગરીક છે. રેસ્ક્યૂ કરાયેલા લોકોને પોરબંદર પોર્ટ પર લાવવામાં આવ્યા છે.