TRB જવાનો આનંદો: જવાનોને મળી રાહત, સરકારે જવાનોને ફરજ મુક્ત કરવાનો નિર્ણય રાખ્યો મોકૂફ

10, 5 અને 3 વર્ષથી કરાર આધારિત ભરતી પર ફરજ બજાવતા TRBના જવાનોને ફરજમાંથી છુટ્ટા કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આજે મળેલી બેઠકમાં આ નિર્ણય મોકૂફ રખાયો છે.

Continues below advertisement

ગાંધીનગર:TRBના જવાનોને ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે.  10 વર્ષથી કામ કરતા આ જવાનોને 30 નવેમ્બરે છુટ્ટા કરવાનો પરિપત્રમાં ઉલ્લેખ હતો.  આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અદયક્ષતમાં રાજ્ય ગૃહમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં આ જવાનોને છુટ્ટા ન કરવાનો નિર્ણય લેવાયો છે. માત્ર એવા જ જવાનોને છુટ્ટા કરાશે જેમની સામે ફરિયાદ નોંધાઇ છે અને તેમની ફરિયાદ સાચી પુરવાર થઇ છે. આવા જવાનોને ફરજમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Continues below advertisement

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં દસ, પાંચ અને ત્રણ વર્ષથી કરાર આધારિત ભરતીથી જોડાયેલા  ટીઆરબી જવાનોને ફરજ મુક્ત કરવાનો પરિપત્ર જાહેર કરાયો હતો. બાદ જવાનોએ આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો. આજે મળેલી બેઠકમાં નિર્ણય TRBના જવાનની તરફેણમાં આવ્યો છે અને તેમને ફરજ મુક્ત કરવાના નિર્ણયને હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 10 , 5 અને 3 વર્ષથી કરાર આધારિત ભરતી ફરજમાં જોડાયેલા TRBના જવાનોને છૂટા કરવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. દસ વર્ષથી ફરજ બજાવતા TRBના જવાનોને 30 નવેમ્બરે છુટ્ટા કરવાનો પરિપત્રમાં ઉલ્લેખ હતો, દસ વર્ષથી ફરજ બજાવતા 1100 જવાનો છે. જ્યારે 5 વર્ષથી ફરજ બજાવતા જવાનોને 31 ડિસેમ્બર 2023 ફરજથી મુક્ત કરવાના હતા. આવા જવાનોની સંખ્યા 3000 છે.  3 વર્ષથી કામ કરતા TRBના જવાનોની સંખ્યા 2300 છે. જેમને 31 માર્ચ 2024 છુટ્ટા કરાવાનો નિર્ણય હતો. જો કે આ નિર્ણયને લઇને તમામ TRBના જવાનોમાં રોષની લાગણી હતી અને રાજ્યભરમાં TRBના જવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગૃહ વિભાગ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા જેમની સામે થયેલા ફરિયાદ સાચી પુરવાર થઇ છે તેવા જવાનોને ફરજમાંથી મુક્ત કરવા નિર્ણય લેવાયો છે જ્યારે અન્ય જવાનોને ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો છે.

આ પણ વાંચો

Heart Attack: રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ 5નાં મોત, મોરબી સહિત આ શહેરમાં આશાસ્પદ યુવકોએ ગુમાવી જિંદગી

IND vs AUS: ખરાબ પિચને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ? ICC નાં રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

2 વર્ષમાં 260 કરોડ લોકોનો પર્સનલ ડેટા લીક, એપલના અભ્યાસમાં બહાર આવી આ હકીકત

Continues below advertisement
Sponsored Links by Taboola