ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં બદલીઓને લઈ એક ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરાશે. જે રેન્જમાં ફરજ બજાવતા હશે એ રેન્જની બહાર બદલી કરવામાં આવશે. આ પત્રમાં જણાવાયું છે કે, ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.
PSI અને PI ની બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા તમામ અધિકારીઓને રાજ્યના અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનારા પીએસઆઈ/પીઆઈને તે ઝોનના જિલ્લાઓણાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં.
- પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યા છે.
સુરત રેન્જ અને સુરત શહેરમાં ફરજ બજાવતા કર્મચારીઓની વડોદરા રેન્જ,વડોદરા શહેર, અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, સુરત રેન્જ, સુરત શહેરમાં બદલી થઈ શકશે નહીં.
અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા કર્મચારીઓની વડોદરા રેન્જ, વડોદરા શહેર,ગાંધીનગર રેન્જ, પંચમહાલ રેન્જ, અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરમાં બદલી થઈ શકશે નહીં.
રાજકોટ રેન્જ અને રાજકોટ શહેરમાં ફરજ બજાવતા કર્મચારીઓની ભાવનગર રેન્જ, જૂનાગઢ રેન્જ, રાજકોટ રેન્જ, રાજકોટ શહેર અને બોર્ડર રેન્જમાં બદલી થઈ શકશે નહી.
આ પત્રમાં જણાવાયું છે કે, ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે.
આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.
સૌથી મોટો પ્રશ્ન શું આ પગલા ભરવાથી ભ્રષ્ટાચાર ખતમ થશે
રાજ્ય સરકારની કચેરીઓમાં ઘણા એવા વિભાગો છે જ્યા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને કર્મચારીઓ એક જ જગ્યા પર ફરજ બજાવી નિવૃત થતા હોય છે. ફક્ત ભ્રષ્ટાચાર નિવારણ માટે જો આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું હોય તો રાજ્ય સરકારના બીજા ડિપાર્ટમેન્ટમાં આ નિયમો લાગુ કરી શકાય છે. કારણ કે મામલતદાર, નાયબ મામલતદાર, ડેપ્યુટી મામલતદારને પણ આ નિયમો લાગુ પડવા જોઈએ. મહાનગરપાલિકાઓમાં પણ ટીપીઓ એક જ સ્થળ પર ફરજ બજાવતા હોય છે.