નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાંજળના વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કર્યું હતું. 


સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે 6 કલાકે 


નર્મદા કાંઠાવાસીઓ માટે વધારે રાહતના સમાચાર સામે આવ્યા છે.  પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે.   3 કલાકમાં 8 સે.મીનો ઘટાડો નોંધાયો છે. પાણીની આવકમાં ઘટાડો થયો છે.  3 કલાકમાં 1,08,467 ક્યુસેકનો ઘટાડો થયો છે.  પાણીની જાવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.  3 કલાકમાં 1,08,220 ક્યૂસેકનો ઘટાડો થયો છે.  નર્મદા ડેમ પાણીની સપાટી - 138.60 મીટર પર છે. 





નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 18 થી 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા જિલ્લાના નર્મદા નદી કાંઠાના માંગરોળ,જીઓર, ગુવાર,અકતેશ્વર,ગાભાણા અને વસંતપુરા જેવા ગામોમાં પાણી ભરાયા હતા.  આ ગામોમાં પરિવારો ફસાયા હતા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક રહેતા નર્મદા જિલ્લામાં 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  નર્મદા જિલ્લામાં 3 એસ ડી આર એફની ટીમ કામ કરી રહી છે જ્યારે 2 એનડીઆરએફની ટીમો પાણીમાં ફસાયેલા ગામોમાં રેસ્ક્યૂનું કામ કરી રહી છે.  અત્યાર સુધીમાં 125થી વધુ લોકોના રેસ્ક્યૂ કરવામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને સફળતા મળી છે.  જ્યારે સૌથી વધુ રામાનંદ આશ્રમ ખાતે 100 થી વધુ સાધુ સંતો ફસાયા છે તેમનું પણ રેસ્ક્યુ એન ડી આર એફની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.  


સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ વિસ્તારમાં અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ખૂબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. ચારે તરફ માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે.