ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 30 ફૂટ પહોંચી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી જળ સપાટી વધારો થયો છે. નદીનું જળસ્તર વધતાં આસપાસના 20 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા નદીમાં 6 લાખ ક્યુસેક પાણી છોડાતા કલેકટરે ટ્વિટ કરી લોકોને નદી કાંઠા વિસ્તારમાં ન જવા ચેતવણી આપી છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.