આ ઉપરાંત ડિસામાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી, અમદાવાદમાં ઠંડીનો પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ કોલ્ડ વેવની આગાહી છે અને આગામી બે ત્રણ દિવસમાં હજુ પણ ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે.
અન્ય શહેરોની વાત કરીએ તો વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 12.1 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી, વલસાડમાં 11 ડિગ્રી, અમરેલીમાં 10.2 ડિગ્રી, દ્વારકામાં 14.4 ડિગ્રી, ઓખામાં 17.4 ડિગ્રી, પોરબંદરમાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી, દિવમાં 14.1 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 11 ડિગ્રી અને ભૂજમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
સમગ્ર દેશની વાત કરીએ તો, ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં હજુ પણ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમ વર્ષા અને ધુમ્મુસભર્યુ વાતાવરણ જોવા મળશે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદ વરસતા જમ્મુ-કશ્મીરનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
જમ્મુ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી હવાઈ અને ટ્રાફિકને મોટી અસર પહોંચી છે. કાશ્મીરમાં બરફવર્ષાથી એક CRPF અધિકારી અને એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. બીજી તરફ દિલ્લીના કેટલાક વિસ્તારોમાં આજે બરફના કરા પડ્યા હતા.
જમ્મુમાં 50.1 મીમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દાયકામાં જમ્મુ-કશ્મીરમાં જાન્યુઆરી પડેલો બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જમ્મુ-કશ્મીરમાં વરસાદ અને બરફવર્ષા થઈ હતી. જ્યારે લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લક્ષ્યદ્વીપ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને દિલ્લીમાં વરસાદ વરસ્યો હતો.