ભારે વરસાદની આગાહી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી. છોટા ઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તેજગઢ, દેવહાંટ પંથકમાં વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે નિઝામી સોસાયટીમાં પાણી ભરાયા હતા. સોસાયટીના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છોટાઉદેપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આજે વહેલી સવારે છોટાઉદેપુર તાલુકામાં ધોધમાર વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નગરની નીઝામી સોસાયટીમાં પાણી ભરાયાં હતાં. સોસાયટીના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે અને પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં બોડેલીમાં સૌથી વધુ 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો જ્યારે કવાંટમાં અઢી ઇંચ, નસવાડીમાં એક ઈંચ, છોટાઉદેપુરમાં પોણા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.


મેઘરાજાએ ભાવનગર જિલ્લાને ઘમરોળ્યું, ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું


ચોમાસાની શરૂઆતથી જ ગીર સોમનાથ, ભાવનગર અને અમેરેલી જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત અનરાધાર વરસાદના કારણે ભાવનગરનું ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે. કાળુભાર અને રંધોળી નદીના પાણી ફરી વળતા ગામ  ફરી સંપર્ક વિહોણું બન્યું છે. નદીઓના પાણી ફરી વળતા 500થી વધુ ગ્રામજનોને હાલાકી ભોગવી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં સિહોર અને ઉમરાળા તાલુકામાં પણ ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સિહોર તાલુકામાં ત્રણ કલાકમાં ચાર ઇંચ થી વધુ વરસાદ ખાબકતા, નદીમાં નવા નીરની આવક થતાં નદીઓ ઓવરફ્લો થઇ હતી. તો   મેન બજારમાં નદીની માફક પાણી વહેવાના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે સ્થાનિક નદીમાં  નાળાઓમાં ચારેકોર વરસાદના પાણી રોડ પરથી વહેતા થયા હતા.જ્યારે ઉમરાળા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સિહોરના કચોટીયા. સાર. કાજાવદર. જાંબાળા. બોરડી. ટાણા. રબારીકા. દેવગણા. ભડલી. કનડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 


ભાવનગરના ખરકડી, ખાટડી, વાળુંકડ, ખોખરા, શામપરા, જુના પાદર સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ ઘોઘા તાલુકાના નીચાણ વાળા વાળુકડ ગામમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. સાથેજ વાળુંકડ થી ખરકડી જવા પરના રસ્તા પર ઠેર ઠેર નદીઓની જેમ પાણી વહી રહ્યું છે, જેથી વાહનચાલકો પરેશાન થાય છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial