રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ઓલપાડમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે સુરતના અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા હતા. સુરતના અનેક રસ્તાઓ સુધી કમર સુધીના પાણી ભરાયા હતા. રાજદીપ સોસાયટીમાં મનપાની ટીમ કામે લાગી હતી. રાજદીપ સોસાયટી પાસેના વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. વેડરોડ પર JCBની મદદથી ગટરના ઢાંકણા ખોલાયા હતા.
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કામરેજ, બારડોલી, ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બારડોલીના ડી.એમ.નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુરતની જેમ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. મોગરાવાડી, છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. દાણાબજાર, તિથલ રોડ, એમજી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. એમ.જી. રોડમાં વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. પારડીમાં એક ઈંચ, ઉમરગામમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દ.ગુજરાતના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ, સુરતના બારડોલીમાં સાડા ચાર ઈંચ, વલસાડના વાપીમાં સાડા ચાર ઈંચ, સુરતના મહુવામાં સવા ચાર ઈંચ, ઓલપાડમાં ચાર ઈંચ વરસાદ, સુરત શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. કામરેજ તાલુકામાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં ત્રણ ઈંચ, ધરમપુરમાં સવા બે ઈંચ, સંખેડામાં સવા બે ઈંચ, ભરૂચમાં બે ઈંચ, ઉમરપાડામાં બે ઈંચ, સોનગઢમાં બે ઈંચ, કપરાડા,વાલોડમાં બે બે ઈંચ, નવસારી,જલાલપોરમાં બે બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
ડોલવણ, વ્યારામાં દોઢ દોઢ ઈંચ, બોડેલી, ગણદેવીમાં વરસ્યો પોણા બે ઈંચ, નાંદોદ, હાંસોટમાં પોણા બે ઈંચ, ધોરાજીમાં દોઢ ઈંચ, વલ્લભીપુરમાં દોઢ ઈંચ, ઉમરાળામાં દોઢ ઈંચ, દ્વારકા,જામકંડોરણામાં દોઢ ઈંચ, વઘઈ, વાગરામાં દોઢ ઈંચ, માંગરોળ,જાંબુઘોડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.