અમદાવાદઃ ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં એક બે નહીં પણ ચાર ભૂકંપના આંચકા આવ્યા છે. રાજ્યના કચ્છ, ઉકાઈ અને નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.


મળતી માહિતી મુજબ રાત્રે 1.13 કલાકે ભૂજથી 3 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો જે રિક્ટર સ્કેલ પર 1.8ની તીવ્રતાનો હતો. જ્યારે વહેલી સવારે 5.03 કલાકે તાપીના ઉકાઈથી 40 કિમી દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો જે રિક્ટર સ્કેલ પર 2.1ની તીવ્રતાનો હતો.

આ ઉપરાંત વહેલી સવારે 5.03 વાગ્યે નવસારીથી 25 કિમી દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો જે રિક્ટર સ્કેલ પર 2.3ની તીવ્રતાનો હતો. જ્યારે ચોથો આંચકો વહેલી સવારે 5.31 કલાકે ઉકાઇથી 28 કિમી દૂર આફ્ટ શોક રિક્ટર સ્કેલ પર 1.5ની તીવ્રતાનો આવ્યો હતો.

કેમ આવે છે ભૂકંપ?

2001ના ભૂકંપના દબાણ બાદ મોટી ફોલ્ટલાઇન એક્ટિવ થઇ
કચ્છની મોટાભાગની ફોલ્ટલાઇન એક્ટિવ થઇ છે
ફોલ્ટલાઇન એક્ટિવ થતાં સમયે સમયે ભૂકંપ આવતો રહે છે
2001 બાદ 5 થી 6ની તીવ્રતાના 25 ભૂકંપના આંચકા અનુભવાયા
25માંથી છેલ્લે 2012માં 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
2012થી અત્યાર આઠ વર્ષ બાદ ફરી મોટો ભૂકંપ
કચ્છમાં દર 6 વર્ષના પિરિયડમાં એક્ટીવિટી વધે છે
2006માં 5ની તીવ્રતાના બે ભૂકંપ અનુભવાયા
2012માં 5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
કચ્છના ભચાઉ, રાપરમાં સૌથી વધુ એક્ટીવિટી જોવા મળે છે.
કચ્છનો આ સમગ્ર વિસ્તાર ઝોન-5માં આવે છે
ઝોન-5માં 4 અને 5ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય
ઝોન-2માં ભૂકંપ આવવાનો સૌથી ઓછો ખતરો
ઝોન-5માં ભૂકંપ આવવાનો સૌથી વધુ ખતરો
ઝોન-5માં ભારતના માત્ર બે જ વિસ્તારનો સમાવેશ
સમગ્ર હિમાલય બેલ્ટ અને કચ્છનો ઝોન-5માં સમાવેશ
ઝોન-5માં 8ની તીવ્રતા સુધીનો આંચકો અનુભવાય છે
સૌરાષ્ટ્ર અને નર્મદાના સમગ્ર વિસ્તારનો ઝોન-3માં સમાવેશ
કડાણા અને અરવલ્લીનો ઝોન-2માં સમાવેશ