રાધનપુરઃ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આજે સવારે 7 વાગ્યે એક જ કુટુંબના ત્રણ ભાઈઓ પોતાના ખેતરમાં વાડનું કામ કરી રહ્યા હતા. ત્યારે જ કચ્છ તરફથી પૂરપાટ આવી રહેલી ક્રેટા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી ગઈ હતી અને આ ત્રણેય ભાઈઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કૌટુંબિક ઠાકોર ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાં કલ્યાણપુરના લોકો અને પરિવારના સભ્યો હોસ્પિટલે દોડી આવ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. દિવાળીને દિવસે જ આ અકસ્માતે ત્રણ-ત્રણ પરિવારનો માળો વિખેરી નાંખ્યો છે અને બેની પત્નીઓ અને બાળકો નોંધારા બન્યા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, GJ-12 DG 8349 નંબરની ક્રેટા કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ત્રણના મોત થયા છે. તેમજ અકસ્માત સર્જનાર અને તેની સાથેની વ્યક્તિ અકસ્માત પછી અન્ય વાહનમાં બેસીને ત્યાંથી ચાલ્યા ગયા છે. તેમની નંબરના આધારે શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સાથે દિવાળીનો પર્વ રાઘનપુરના કલ્યાણપુરા ગામ માટે શોકમાં ફેરવાઇ ગયો છે. એક જ પરીવારના ૩ સગ્ગા કુટુંબી ભાઇ સવારે ખેતરમાં વાડનું કામ કરવા ઘરેથી નીકળ્યા. ત્રણેય ભાઇ ખેતરમાં વાડનું કામ કરી રહ્યા હતા ત્યાં જ હાઇવે પરથી પસાર થતી કાર ખેતરમાં અચાનક ઘુસી અને વાડનું કામ કરતા ત્રણેય ખેડૂતપુત્રો ટક્કર મારી ફરીવળી અને ત્રણેય ખેડૂતના ઘટના સ્થળે જ મોત નીપજ્યા.
હાઇવે પરથી પસાર થતી કારમાં કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તો ઘટનાની જાણ થતા આખૂ ગામ રાઘનપુર રેફરલ હોસ્પિટલ પહોંચ્યું છે તેમજ રાઘનપુરના સ્થાનિક નેતાઓ પણ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા અને મૃતકોના પરીવારને સાંત્વના આપી સરકાર સમક્ષ સહાયની માગણી કરી રહ્યા છે તેમજ માર્કેટયાર્ડ રાધનપુર દ્વારા મૃતક ખેડૂતોના પરીવારને ખેડુતને મળતી નિયમ મુજબની સહાય આપવાની જાહેરાત પણ કરી છે અને સરકારી સહાયની માંગણી પણ કરવામાં આવી છે.
મૃતકોના નામ
1. નભાભાઈ ગાંડાભાઈ ઠાકોર (ઉં.વ.40)
2. પ્રભુભાઈ સોમાભાઈ ઠાકોર (ઉ.વ.26)
3.ધનજીભાઈ જેમલભાઈ ઠાકોર (ઉ.વ.14)
પાટણઃ દિવાળીના દિવસે એક જ કુટુંબના 3 ભાઈઓના કારની ટક્કરે મોતથી કલ્યાણપુરમાં માતમ, મૃતકોનો પરિવાર બન્યો નોંધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Nov 2020 12:56 PM (IST)
કચ્છ તરફથી પૂરપાટ આવી રહેલી ક્રેટા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી ગઈ હતી અને આ ત્રણેય ભાઈઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કૌટુંબિક ઠાકોર ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -