વલસાડના ધરમપુરમાં આજથી સરકારની 3 દિવસીય ચિંતન શિબિરનો બપોરે 2:30  કલાકે પ્રારંભ થશે., આ 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાઇ રહ્યાં છે. આ શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન  ચર્ચા વિચારણ થશે, જેમાં મુખ્ય પાંચ વિષયો છે.                                                    

Continues below advertisement

  • પોષણ અને જાહેર આરોગ્ય
  • સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ
  • વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ
  • જાહેર સલામતી અને કાયદો-વ્યોવ્યસ્થા
  • હરિત ઊર્જા, પર્યાવરણ અને સસ્ટેનેબિલિટી

ઉપરોક્ત પાંચ વિષય શિબિરના કેન્દ્રસ્થાને હશે, આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌકોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલસેવાની ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા અને વલસાડ પહોંચ્યા હતા. જ્યાાં સમગ્ર ટીમનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જ્યાંથી બાયરોડ ધરમપુર પહોંચ્યા છે. બપોરે અઢી વાગ્યે શિબિરનું ઉદઘાટન કરશે.વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી ચિંતન શિબિર શરૂ થઇ રહી છે.   આ શિબિરમાં  ત્રણ દિવસમાં  વિવિધ સત્રો યોજાશે, જેમાં પ્રેઝન્ટેશન, પ્રશ્નોત્તરી, વહીવટી પ્રક્રિયાની સમીક્ષા અને નવી નીતિઓ માટેના સૂચનો પણ લેવામાં આવશે. આ શિબિરમાં અધિકારીઓ પોતાના ક્ષેત્રની કામગીરીના અહેવાલ રજૂ કરતા તેમના કામ દરમિયાન આવતા પડકારોની પણ રજૂઆત કરશે. આ શિબિરનું સમાપત 29 નવેમ્બરમાં થશે, સમાપના દિવસે ઉત્તમ વહીવટી કામગીરી  માટે અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત કરવામાં આવશે. ત્રણ દિવસની ચિંતન શિબિરનો મુખ્ય ઉદેશ્ય  રાજ્ય વહીવટને વધુ નાગરિક–કેન્દ્રિત, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનું  છે.  પીએ મોદીની  વિચારસરણીને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 12મી ચિંતન શિબિર પ્રશાસનમાં આધુનિકતા, ટેકનોલોજીનો સદુપયોગ અને સંવેદનશીલતાનો સંગમ લાવવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનિય છે કે, ચિંતન શિબિરની શરૂઆત પીએમ મોદીએ 2003માં કરાવી હતી.                                                      

Continues below advertisement