રાજયમાં આજથી ત્રણ દિવસ ઠંડીમાં રાહત અનુભવાશે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ત્રણ દિવસ બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.


રાજયમાં આજે 7.8 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડું શહેર રહ્યું છે. તો નલિયાનું 9.2 ડિગ્રી, ગાંધીનગરનું 9.5 ડિગ્રી, ડીસાનું 10.7 ડિગ્રી, રાજકોટનું 11.5 ડિગ્રી, અમદાવાદનું 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.

બીજી બાજુ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં આજે ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની સંભાવના છે. સાથે જ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળો પર 24થી 48 કલાક સુધી કોલ્ડવેવની સ્થિતિ રહેવાનો અંદાજ છે. જમ્મુ કાશ્મીર ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને લદ્દાખમાં સામાન્ય વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં પણ કેટલાક સ્થળો પર વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. આ પર્વતીય રાજ્યોમાં 3 ફેબ્રુઆરીથી વરસા અને બરફવર્ષાની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.