દાહોદ જિલ્લામાં અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોતથી ચકચાર મચી હતી. અહીં દેવગઢબારિયાના કાલિયાકુવા ગામ પાસે ડીજે ભરેલા ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામજનો દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા.



પ્રાપ્ત વિગત પ્રમાણે દેવગઢબારિયાના કાલિયાકુવા ગામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.



જોકે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. અકસ્માત થતાં જ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.