આ કેસોની વિગત જોઇએ તો, સુરેન્દ્રનગરની ડાયમંડ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષના આધેડ, શહેરી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષના ડોકટર, વીઠ્ઠલપ્રેસ રોડ પર રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ મહિલા તેમજ એક વ્યક્તિ અને રતનપરમાં એક વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં રહેતા માતા અને પુત્ર તેમજ લીંબડી શહેરી વિસ્તારમાં ત્રણ કેસ મળી કુલ 10 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે.
કોરોના પોઝિટિવ આવતાં તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક ૧૨5એ પહોંચી ગયો છે.