શહેરા: પંચમહાલના શહેરા તાલુકાના મોરવા ગામ નજીક કાર ચાલકે મોર્નિંગ વોક માટે નિકળેલા ત્રણ સિનિયર સિટીઝનને ટક્કર મારતાં તેમના મોત નિપજ્યું હતું. અકસ્માત થયો તે સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતાં. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં.
મોરવા ગામ નજીક વહેલી સવારે મોર્નિંગ વોક પર ત્રણ સીનિયર સિટીઝન નિકળ્યાં હતા. તે સમયે કાર ચાલકે સામેથી અન્ય વાહન આવતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને મોર્નિંગ વોકમાં નિકળેલા 3 સીનિયર સિટીઝનને અડફેટે લીધા હતાં.
અકસ્માતમાં ત્રણેય સીનિયર સિટીઝનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતાં. જોકે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામનારમાં ડો. સુરેશ એન પટેલ (62 વર્ષ), પટેલ ગુણવંતભાઈ (60 વર્ષ) અને વાળંદ રણછોડભાઈ (ઉંમર 60)નું મોત નિપજ્યું હતું.
પંચમહાલ: કાર ચાલકે ટક્કર મારતાં મોર્નિંગ વોક કરવા નિકળેલા 3 સીનિયર સિટીઝનના મોત
abpasmita.in
Updated at:
18 Dec 2019 10:22 AM (IST)
કાર ચાલકે સામેથી અન્ય વાહન આવતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને મોર્નિંગ વોકમાં નિકળેલા 3 સીનિયર સિટીઝનને અડફેટે લીધા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -