દાહોદઃ દાહોદમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. પિતા, પુત્ર સહિત ત્રણ વ્યક્તિએ આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ દાહોદ રેલવે પોલીસ તેમજ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચ્યાં હતા.
દાહોદ રેલવે સ્ટેશન ગલાલિયાવાડ નજીક દિલ્લી મુંબઈ મુખ્ય રેલ માર્ગ પર સાંજના સમયે એક જ પરિવારના ત્રણ સભ્યોએ માલગાડી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળાં રેલવે ટ્રેક પાસે ઉમટી પડ્યા હતા. લોકો ઘટના સથળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવા આવી હતી. રેલવે પોલીસ અને શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કાર્યવાહી હાથ ધરી હતી પિતા-પુત્ર સહિત એક મહિલા એમ ત્રણ વ્યક્તિએ આપઘાત કર્યો હતો, જેમાં રળીયાતીમાં રહેતા ૪3 વર્ષીય રાકેશ શાશિ, પુત્ર ધ્રુવ સાથે રાધાબેન સીસોદીયાએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે ત્રણેય મૃતદેહને પોર્સ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. આ અંગે દાહોદ રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શાશિ સુધા રાકેશ ભાઈ અને રાધા વચ્ચે પ્રેમ સંબંધ હોઈ તેઓએ અગમ્ય કારણોસર રાકેશ રાધા સહીત પુત્રને ટ્રેનના પાટા નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. જોકે એક સાથે ત્રણ લોકોના આપઘાત કરતા પરિજનોમાં શોકની લાગણી જોવા મળી હતી.