અંબાજી: ભાદરવી પૂનમના મેળાની આજે પુર્ણાહૂતિ છે. આજે અંતિમ દિવસે  લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શને પહોંચ્યાં છે. આજે ભાદરવી પૂનમના અવસરે બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગૂજી ઉઠ્યું છે. માંય ભક્તો આજે  માતાજીને નવલી નવરાત્રીમાં  પધારવાનું આમંત્રણ આપવા પહોંચ્યા છે.


ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં  ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.  છેલ્લા એક સપ્તાહથી 24 કલાક સુરક્ષા કર્મચારીઓ ખડેપગે ફરજ રહ્યા છે ફરજ... આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં લાખો માઈભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી... સાંજે પરંપરાગત રીતે પોલીસ પરિવાર મા અંબાને ધજા ચડાવતા જ મેળાની પૂર્ણાહૂતિ થશે.


અંબાજીમાં પદ યાત્રા કરીને આવતા શ્રદ્ધાળુ માટે અદભૂત વ્યવસ્થા ગોઠવામાં આવી છે. રસ્તામાં ઠેર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા હોવાથી પદયાત્રીઓને કોઇ અગવળતાનો સામનો નથી કરવો પડી રહ્યો. અનેક સ્વેચ્છિક સંસ્થા આ મેળામાં સેવા આપી રહી છે. અહીં નિશુલ્ક  ભોજનાલય પણ ચાલે છે જ્યાં રોજ લાખો શ્રદ્ધાળુ માતાનો પ્રસાદ આરોગે છે. ''અંબિકા અન્નક્ષેત્રમાં તે યાત્રાળુઓને સવારે 10:30થી બપોરે 3:00 તથા સાંજે 6:00થી રાત્રે 9:30  સુધી ભોજન પ્રસાદ મળે છે. જેમાં દરરોજ સવારે પુરી–રોટલી, બટાકાનું શાક, મીકક્ષ શાક, દાળ-ભાત, ફરસાણમાં પાપડ તથા રાત્રે ભાખરી-રોટલી, બટાકાનું મીકક્ષ શાક, કઢી-ખીચડી, ફરસાણમાં પાપડ તેમજ દર રવિવારે, આઠમ તથા પુનમના દિવસે મિષ્ઠાનમાં મોહનથાળ પીરસવામાં આવે છે.


ભાદરવી પૂનમ ના મેળાના છઠા દિવસે 1 લાખ 94હજાર મોહનથાળ પ્રસાદના પકેટનું વિતરણ તેમજ 74 હજાર થી વધુ માઇભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. અંબાજી મંદિરમાં છ દિવસ દરમિયાન 29.150 ગ્રામ સોના ની આવક થઇ છે.
છ દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને ગાદી 2 કરોડ 28 લાખ થી વધુ આવક થઈ છે. અંબાજી મહાકુંભના છ દિવસમાં 26 લાખ 92 હજાર જેટલા માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો..