Train Fire News: ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની ઘટનાથી અફડાતફડી મચી ગઇ છે, આજે બપોરે વલસાડ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, જે પછી સ્ટેશન પર હડકંપ મચી ગયો હતો, જોકે, કોઇ જાનહાનિના સમાચાર નથી મળ્યા. આ ટ્રેનમાં આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.




મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે વલસાડ સ્ટેશનને અચાનક એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી, સ્ટેશનથી થોડે દૂર આવેલ છીપવાડ જકાતનાકા પાસે લાગી આ આગ એક ટ્રેનના એન્જિનમાં લાગી હતી, ખાસ વાત છે કે, શ્રીગંગાનાગરથી તિરુચિરાપલ્લી રૂટની હતી અને જ્યારે તે વલસાડથી સુરત જઇ રહી હતી તે દરમિયાન અચાનક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આ ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો,




આગ વલસાડના છીપાવાડા નજીક દેખાઇ હતી, જ્યારે આગ લાગી તે સમયે સાયરન લગાવીને રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી.




આગની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પર પહોંચી હતા, આની સાથે બચાવ કામગીરી પણ શરૂ કરા હતી. રેલવે ટ્રેક પર રેલવેના અધિકારીઓ પણ પહોંચ્યા અને ફાયર એક્સત્રિમેશન દ્વારા આગને ઓલાવવાનો શરૂ કરાયો હતો. મહત્વનું છે કે ટ્રેનના ડબ્બામાં આગ લાગી પરંતુ કોઇ જાનહાનિ ન હતી થઇ, આગ કઇ રીતે લાગી તેનું કારણ અકબંધ છે. 




નવ રૂટ પર શરૂ થશે વંદે ભારત ટ્રેન, વડાપ્રધાન મોદી આપશે લીલી ઝંડી - 


ભારતમાં ટૂંક સમયમાં 9 નવી વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. પીએમ મોદી 24 સપ્ટેમ્બર, 2023ના રોજ આ ટ્રેનોને લીલી ઝંડી આપશે. દેશને એકસાથે 9 વંદે ભારત ટ્રેનની ભેટ મળવાની આ પહેલી ઘટના છે. આ ટ્રેનોને દેશના અલગ-અલગ રૂટ પર દોડાવવામાં આવશે. જે રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ થવા જઇ રહી છે તે રૂટ તિરુનેલવેલી-ચેન્નઈ છે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચલાવવામાં આવશે. આ ઉપરાંત ઓડિશાને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ પણ મળવા જઈ રહી છે. આ ટ્રેન રાઉરકેલા-પુરી વચ્ચે દોડશે. આ ટ્રેન 505 કિલોમીટરની સફર 7.45 કલાકમાં પૂરી કરશે. નવી વંદે ભારત ટ્રેન પણ હૈદરાબાદ-બેંગલુરુ વચ્ચે શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન કુલ 8.5 કલાકમાં 610 કિલોમીટરની સફર પૂર્ણ કરશે. તિરુનેલવેલી-ચેન્નઈ રૂટ ઉપરાંત ચેન્નઈથી વિજયવાડા રૂટ વચ્ચે નવી વંદે ભારત ટ્રેન પણ શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ચેન્નઈ અને વિજયવાડા વચ્ચેની મુસાફરી 6.40 કલાકમાં પૂર્ણ કરશે.


24 સપ્ટેમ્બરે પીએમ મોદી રાંચી-હાવડા વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન 535 કિલોમીટરની સફર 6.30 કલાકમાં પૂરી કરશે. પટના અને હાવડા વચ્ચે વંદે ભારત ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન 530 કિલોમીટરની સફર 6.30 કલાકમાં પૂરી કરશે. રાજસ્થાનને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ ટ્રેન ઉદયપુરથી જયપુર થઈને અજમેર જશે. 24 સપ્ટેમ્બર, 2023 ના રોજ પીએમ મોદી દ્વારા આ ટ્રેનનું વર્ચ્યુઅલ રીતે અનાવરણ કરવામાં આવશે. કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારતને રવિવારે બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. આ ઉપરાંત જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે.