છોટાઉદેપુર: પાવી જેતપુરના બારાવાડ ગામે એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. ચેકડેમમાં ન્હાવા પડતા બંને બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા છોટાઉદેપુર ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને બાળકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.




ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ગામ લોકો ચેકડેમ ખાતે પહોંચ્યા હતા. મૃતક દેવરાજ રાઠવાની ઉંર સાત વર્ષની હતી અને  બીજા બાળક નીતિન રાઠવાની ઉંમર પાંચ વર્ષની હતી. બન્ને માસુમ બાળકોના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. બાળકોના મૃતદેહને ખોળામાં લઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું.


વિદ્યાના ધામમાં ધર્મના નામે અન્યાય


 ખેરાલુ તાલુકાના લુણવા ગામે ધોરણ 10મા પ્રથમ નંબરે આવેલ એક વિદ્યાર્થિની અવગણના કરી અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપતા વિવાદ ઉભો થયો છે. આ અંગે વિગતે વાત કરીએ તો, ખેરાલુના લુણવા ગામની ઘટના કે જ્યા કેટી પટેલ સ્મૃતિ વિદ્યાવિહારમાં 15મી ઓગસ્ટના દીવસે શાળાના કાર્યકમમાં અરનાઝબાનું નામની વિધાર્થિનીને પ્રોત્સાહક ઇનામ ન મળતા વિવાદ ઉભો થયો છે. 15મી ઓગસ્ટના રોજ તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરાયું હતું  જેને પગલે ધોરણ 10મા પ્રથમ નંબરે આવેલ અરનાઝબાનુંને ઈનામ ન આપી બીજા નંબરે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ આપતા વિદ્યાર્થિની રડવા લાગી હતી. દીકરી ધોરણ 10મા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ હોવા છતાં તેને ઈનામ આપવામાં ન આવતા તે રડતી રડતી ઘરે પહોંચી હતી અને સમગ્ર ઘટના તેમના પિતાને કરી હતી. જે બાદ તેમના પિતા સમેવરખાન સ્કૂલમાં શિક્ષકોને મળવા ગયા હતા. જોકે, શિક્ષકોએ ગોળગોળ જવાબ આપ્યા હતા.


 



આચાર્યએ પોતાનો બચાવ કર્યો હતો









સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે


જો કે આ મુદ્દે માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યુ કે આ તમામ બાબતે સોમવારે તપાસ થશે અને જો આવી કોઈ ભેદભાવની નીતિ રાખી હશે તો કાર્યવાહી કરવામા આવશે.જોકે  સવાલ એ થાય છે કે શું વિદ્યાર્થીઓને ઈનામ પણ જાતિ જોઈ આપવામાં આવશે? શાળામાં જાતિ આધારિત  શિક્ષણ નક્કી થશે?  પ્રોત્સાહન અને સન્માનમાં કેમ રખાઈ રહ્યો છે ભેદભાવ?   શાળાની આવી નીતિથી વિધાર્થીઓની માનસિકતા પર અસર નહીં પડે  ? હાલમાં આવા અનેક સવાલો આ ઘટના અંગે ઉઠી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.