ગાંધીનગર: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસની ઉપસ્થિતિમાં 'ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થ – અ ડબ્લ્યૂએચઓ મેનેજ્ડ નેટવર્ક'નો શુભારંભ કરાવ્યો
આ અવસરે ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, આજનો દિવસ જી-20 હેલ્થ વર્કિંગ ગ્રૂપના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ છે, જેમાં જી-20 દેશોએ તેની પ્રાસંગિકતા માટે પ્રાથમિકતા નક્કી કરી હતી એટલું જ નહીં, પરંતુ સામૂહિક રીતે તેના શુભારંભ માટે કામ કર્યું હતું. ભારતના જી-20 પ્રમુખપદે ડિઝાઇન દ્વારા આંતરવ્યવહારિકતા મારફતે આરોગ્ય વ્યવસ્થાઓને મજબૂત બનાવવાના હેતુથી ડિજિટલ સ્વાસ્થ્ય હસ્તક્ષેપોના સમન્વય દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય માળખું વિકસાવવા અંગે પોતાના અનુભવનો લાભ ઉઠાવ્યો છે. ડિજિટલ ઇન હેલ્થ –અનલોકિંગ વેલ્યુ ફોર એવરીવન" વિષય પર વર્લ્ડ બૅન્કનો મુખ્ય અહેવાલ જાહેર કર્યો.
ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે, જીઆઇડીએચ એક સંકલિત પગલું છે, જે પ્રયાસો અને શ્રેષ્ઠ પ્રણાલિઓને એકરૂપ કરીને હેલ્થકેરમાં ઇક્વિટીને પ્રોત્સાહન આપે છે. જીઆઇડીએચ કોઈને પણ પાછળ ન રાખીને આપણાં લક્ષ્યોની સર્વસમાવેશકતા, સંકલન અને સંરેખણની ખાતરી આપશે. જીઆઇડીએચનો પ્રારંભ એ ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ 'ત્રીજી આરોગ્ય પ્રાથમિકતાઃ સાર્વત્રિક આરોગ્ય કવરેજ અને આરોગ્ય સંભાળ સેવા વિતરણમાં સુધારો કરવામાં સહાય માટે ડિજિટલ આરોગ્ય નવીનતા અને ઉકેલો' નું મુખ્ય વિતરણ છે. જીઆઇડીએચ પુરાવાઓને મજબૂત કરશે અને ભવિષ્યનાં રોકાણોની અસરને વધારવા માટે પરસ્પર જવાબદારીને મજબૂત કરતી વખતે આરોગ્ય પ્રણાલીઓ માટે વૈશ્વિક ડિજિટલ સ્વાસ્થ્યમાં તાજેતરના અને ભૂતકાળના લાભોને વિસ્તૃત કરશે
જી20 હેલ્થ વર્કિંગ ગ્રૂપના ઇતિહાસમાં આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે, જેમાં જી20 દેશોએ તેની પ્રાસંગિકતા માટે પ્રાથમિકતાની ઓળખ કરી હતી એટલું જ નહીં, પણ સામૂહિક રીતે તેના શુભારંભ માટે કામ કર્યું હતું." કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસની ઉપસ્થિતિમાં જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં “સાર્વત્રિક આરોગ્ય કવરેજ અને આરોગ્ય સેવા વિતરણમાં મદદ કરવા માટે ડિજિટલ આરોગ્ય નવીનીકરણ અને ઉકેલો" વિષય પર તેમનાં મુખ્ય સંબોધન દરમિયાન આ વાત કરી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીઓ ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ.પી.સિંઘ બઘેલ, તથા નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આજે વિશ્વમાં વર્ટિકલ હેલ્થ પ્રોગ્રામ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા ડિજિટલ હેલ્થ સોલ્યુશન્સમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે તે બાબત પર પ્રકાશ પાડતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, "આ એકલ અભિગમ અને ખંડિત ડિજિટલ સોલ્યુશન્સને કારણે આરોગ્ય કર્મચારીઓ પર નોંધપાત્ર વર્કલોડ, ડુપ્લિકેશન અને આંતરસંચાલનક્ષમતાના અભાવને કારણે બિનકાર્યક્ષમતાઓમાં પરિણમે છે. ભારતનાં જી-20નાં પ્રમુખપદે ડિઝાઇન દ્વારા આંતરસંચાલનક્ષમતા મારફતે આરોગ્ય વ્યવસ્થાઓને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે ડિજિટલ સ્વાસ્થ્ય હસ્તક્ષેપોના સમન્વય દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય માળખું વિકસાવવા પર પોતાના અનુભવનો લાભ લીધો છે. આ સંબંધમાં ડૉ. માંડવિયાએ જી20 દેશો, આમંત્રિત દેશો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અન્ય હિતધારકોના પ્રયાસો અને સહકારની પ્રશંસા કરી હતી, જેથી ડિજિટલ હેલ્થ ક્ષેત્રમાં સંયુક્ત પ્રયાસો અને રોકાણોને મજબૂત કરીને તમામ પહેલને સંકલિત કરવા માટે એક સામાન્ય માળખાની જરૂરિયાતને સામૂહિક રીતે ઓળખી શકાય અને 'ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થ – અ ડબ્લ્યૂએચઓ મેનેજ્ડ નેટવર્ક' મારફતે એક વ્યાપક ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ ઊભી કરી શકાય.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ, જ્યારે તેઓ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વૈશ્વિક ક્ષેત્રે ડિજિટલ એજન્ડાના મજબૂત હિમાયતી પણ છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે નવીન ડિજિટલ આરોગ્ય ઉકેલોનાં અમલીકરણમાં ભારત દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહાનુભાવોને યાદ અપાવ્યું હતું કે, ભારતે 2018માં જીનિવામાં 71મી વિશ્વ આરોગ્ય સભામાં ડિજિટલ આરોગ્ય ઠરાવનું નેતૃત્વ કર્યું હતું, જેણે આ મહત્વપૂર્ણ કાર્યસૂચિ પર વૈશ્વિક કાર્યવાહીને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક ડિજિટલ આરોગ્ય ભાગીદારી અને કોમનવેલ્થ ટેકનિકલ કાર્યકારી જૂથના અધ્યક્ષ તરીકે ભારતે રાષ્ટ્રીય નીતિઓના નિર્ણાયક સક્ષમકર્તા તરીકે આરોગ્ય પ્રણાલીઓને મજબૂત કરવા માટે ડિજિટલ સ્વાસ્થ્યનાં મહત્વ પર પ્રકાશ પાડ્યો છે.
ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે ભારપૂર્વક જણાવ્યું હતું કે,જીઆઇડીએચ એક સંકલિત પગલું છે, જે પ્રયાસો અને શ્રેષ્ઠ પદ્ધતિઓને એકરૂપ કરીને હેલ્થકેરમાં સમાનતાને પ્રોત્સાહન આપે છે.તે નૈતિકતા,નીતિ અને શાસનને યોગ્ય મહત્વ આપતી વખતે એઆઈ જેવાં સાધનોના સમાવેશ સાથે આપણા પ્રયત્નોને વિસ્તૃત કરશે.વૈશ્વિક આરોગ્યસંભાળની ખાતરી કરવી એ એવી કોઈ બાબત નથી કે જે આપણે એકલા હાથે કરી શકીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,જીઆઇડીએચ કોઈને પણ પાછળ ન મૂકીને આપણાં લક્ષ્યોની સર્વસમાવેશકતા, સંકલન અને સંરેખણ- ગોઠવણીની ખાતરી આપશે.
ડૉ. ટેડ્રોસે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે "ડબ્લ્યૂએચઓ આરોગ્ય માટે નવીનતમ તકનીકોનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે "છેલ્લા બે દાયકામાં ટેલિમેડિસિન અને એઆઇ જેવી ડિજિટલ આરોગ્ય તકનીકોની શક્તિએ સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર અસર કરી છે". "છેલ્લા બે દાયકામાં ડિજિટલ ટેક્નૉલોજીની શક્તિ અને ક્ષમતામાં અભૂતપૂર્વ દરે વધારો થયો છે. ગંભીર આરોગ્ય સંભાળ વિક્ષેપોના સમય દરમિયાન ટેક્નૉલોજીનું સંભવિત અને સફળ અમલીકરણ ટેલિમેડિસિન ઉપયોગોનાં રૂપમાં કોવિડ-19 દરમિયાન સ્પષ્ટ હતું", એમ તેમણે જણાવ્યું હતું.
ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થ (જીઆઇડીએચ) સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે વૈશ્વિક ડિજિટલ સ્વાસ્થ્યમાં તાજેતરનાં અને ભૂતકાળમાં થયેલા લાભોને મજબૂત કરશે અને સાથે-સાથે ભવિષ્યમાં રોકાણનાં પ્રભાવને વધારવા પારસ્પરિક જવાબદારીને મજબૂત કરશે. જીઆઇડીએચ એ ડબ્લ્યૂએચઓ સંચાલિત નેટવર્ક ("નેટવર્કનું નેટવર્ક") હશે જે નીચેના ચાર પાયાના સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રયાસોનાં પુનરાવર્તન અને "ઉત્પાદનો-કેન્દ્રિત" ડિજિટલ આરોગ્ય પરિવર્તન જેવા પડકારોનો સામનો કરીને ડિજિટલ સ્વાસ્થ્યની સમાન પહોંચને પ્રોત્સાહન આપશેઃ
જીઆઇડીએચના મુખ્ય ઘટકો વર્તમાન પુરાવા, સાધનો અને શિક્ષણનો લાભ ઉઠાવશે તથા પારદર્શક અને સર્વસમાવેશક પ્રક્રિયા મારફતે તેનું સહ-સર્જન કરવામાં આવશે. આ પુરાવા-આધારિત અને વ્યાપક સહ-નિર્માણ પ્રક્રિયા મારફતે, જીઆઇડીએચ આખરે આનો ઉદ્દેશ ધરાવશેઃ
ડિજિટલ હેલ્થ 2020-2025 પર વૈશ્વિક વ્યૂહરચનાને ટેકો આપવા માટેના પ્રયત્નોને સંરેખિત કરવા; વૈશ્વિક શ્રેષ્ઠ પ્રણાલિઓ, ધારાધોરણો અને માપદંડો સાથે સુસંગત માપદંડો-આધારિત અને આંતરસંચાલકીય વ્યવસ્થાઓ વિકસાવવા અને તેને મજબૂત કરવા ગુણવત્તા-સુનિશ્ચિત ટેકનિકલ સહાયને ટેકો આપવો. ગુણવત્તા સુનિશ્ચિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ટૂલ્સના ઇરાદાપૂર્વકના ઉપયોગની સુવિધા આપવી જે સરકારોને તેમની ડિજિટલ આરોગ્ય પરિવર્તન યાત્રાનું સંચાલન કરવા સક્ષમ બનાવે છે.
ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક વ્યૂહરચનાને સભ્ય દેશો દ્વારા વર્ષ 2020માં મંજૂરી આપવામાં આવી હતી, જે ડિજિટલ હેલ્થ ટ્રાન્સફોર્મેશન તરફનો રોડમેપ વ્યાખ્યાયિત કરતી વખતે ક્રિયાઓ અને લક્ષ્યાંકોને સંરેખિત કરવાના માર્ગ તરીકે છે. જીઆઇડીએચ આપણને વૈશ્વિક વ્યૂહરચનામાં સૂચિત કામગીરીના 70 ટકાથી વધારે કામગીરી કરવા સક્ષમ બનાવશે.
આ સત્ર દરમિયાન ડૉ. માંડવિયાએ "ડિજિટલ ઇન હેલ્થ-અનલૉકિંગ વેલ્યુ ફોર એવરીવન" પર વર્લ્ડ બૅન્કનો મુખ્ય અહેવાલ પણ રજૂ કર્યો હતો. આ અહેવાલનો ઉદ્દેશ દેશના ડિજિટલ પરિપક્વતાના તબક્કા અથવા નાણાકીય પડકારોને ધ્યાનમાં લીધા વિના, ડિજિટલ આરોગ્ય અમલીકરણ ક્યાંથી શરૂ કરવું તે અંગે દેશોને વિશ્વાસ અને વ્યવહારુ માર્ગદર્શન આપવાનો છે.