અરવલ્લીઃ ડ્રાઇ સ્ટેટ તરીરે જાણીતા ગુજરાતમાં બેફામ દારૂ વેચાય રહ્યો છે. રાજ્યનો એક પણ જિલ્લો એવો નહી હોય કે જ્યાં દેશી કે વિદેશી દારૂ ના મળતો હોય. શામળાજી પાસે કન્ટેનર ટ્રકમાંથી 1.22 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. પોલીસે એક કલાકમાં બે કન્ટેનર ટ્રક સાથે 2046 વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે શામળાજી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે બે કન્ટેનર સાથે 1.42 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.