વડોદરાઃ આણંદ પાસે એન્જિનિયરિંગ કામ હોવાથી રેલવે વિભાગે કેટલીક ટ્રેન આંશિક રદ્દ કરી છે. જે 25મીને રવિવારથી 29મી સુધી આ ટ્રેનો રદ રહેશે. આમ થતાં મોટા ભાગે મેમુ અને પેસેન્જર ટ્રેનને અસર થશે. એક્સપ્રેસ ટ્રેનના રૂટ બદલાયા નથી. રેલવે વિભાગ દ્વારા 9 ટ્રેનને રદ્દ કરાઇ છે. 5 દિવસ ટ્રેન બંધ રહેતાં રોજ 9 હજાર મુસાફરોને તકલીફ ભોગવવી પડશે.

આ ટ્રેનો કરાઈ રદ 

વડોદરા -આણંદ પેસેન્જર ટ્રેન
આણંદ -વડોદરા પેસેન્જર ટ્રેન
આણંદ -વડતાલ પેસેન્જર ટ્રેન
વડતાલ-આણંદ પેસેન્જર ટ્રેન
આણંદ-અમદાવાદ મેમુ ટ્રેન
આણંદ-વડોદરા મેમુ ટ્રેન
આણંદ-અમદાવાદ મેમુ ટ્રેન
અમદાવાદ -આણંદ મેમુ ટ્રેન
અમદાવાદ -આણંદ મેમુ ટ્રેન