મોરબી: ઓરિસ્સાનાં વતની પીપળી રોડ પર આવેલા બ્લુઝોન સીરામીકમાં કામ કરતા પ્રદીપભાઈ પઢીયારની લગ્નની પહેલી વર્ષગાંઠ હોવાથી રવિવારે ખરીદી માટે શાંતિવન સોસાયટીમાં રહેતી તેની બહેનનાં ઘરે પહોંચ્યાં હતાં. જ્યાંથી પ્રદીપ અને તેના બનેવી હેમંતભાઈ બધાં ખરીદી કરવા માર્કેટ જવા નીકળ્યાં હતાં. જોકે હેંમતભાઈને ફેક્ટરીમાં કામ હોવાથી જીજે 36 ઈ 5495 નંબરનું બાઈક લઈ તેઓ પહેલા ઢુંવા ગયા હતા.
ફેક્ટરીમાં પોતાનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. બંને બાઈક પર લાલપર તરફથી પરત આવતાં હતા ત્યારે ટ્રેલરે અચાનક ટર્ન લેતાં યુવકે બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી.
જેના કારણે બંને સાળા-બનેવીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, ભાઈનાં લગ્નની વર્ષગાંઠ હોવાથી પતિ અને સંતાન સાથે બહેન ભાઈના ઘરે જવા તૈયારી કરી રહી હતી.
ખરીદી માટે પતિ અને ભાઈ સાથે નીકળ્યા હતાં. એક દુર્ઘટનાએ પતિ અને ભાઈ બંનેને છીનવી લેતાં બહેન ભાંગી પડી હતી અને ધ્રૂકસે-ધ્રૂકસે રડી રહી હતી. મૃતક હેમંત કુમારને સંતાનમાં 10 વર્ષ અને 3 વર્ષના બે દીકરા છે. આ ઘટનાથી બંનેએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
મોરબી: સાળાની મેરેજ એનિવર્સરી હોવાથી ખરીદી કરવા નિકળેલા સાળા-બનેવીનું અકસ્માતમાં થયું મોત
abpasmita.in
Updated at:
23 Dec 2019 11:58 AM (IST)
ખરીદી માટે પતિ અને ભાઈ સાથે નીકળ્યા હતાં. એક દુર્ઘટનાએ પતિ અને ભાઈ બંનેને છીનવી લેતાં બહેન ભાંગી પડી હતી અને ધ્રૂકસે-ધ્રૂકસે રડી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -