ખંભાળિયાઃ સોનારડીમાં ખાડામાં ડૂબી જતા બે સગીરાના મોત, આખા ગામમાં શોકનો માહોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Oct 2020 03:07 PM (IST)
સોનારડી ગામ ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે કૌટુમ્બિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે.
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ખેતર પાસેના ઘાડામાં ડૂબી જતાં બે સગીરાના મોત થયા છે. સોનારડી ગામ ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે કૌટુમ્બિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે. ખેતર નજીક આવેલ ખાડામાં કપડાં ધોતા સમયે બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સોનારડી ગામે પહોંચી છે. મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.