મહેસાણા: અમેરિકાના ડેનમાર્કમાં આવેલા સાઉથ કેરોલીના એક સ્ટોરમાં બે ગુજરાતીઓ પર હુમલો કરીને ગોળી મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. બે ગુજરાતીઓની જાહેરમાં હત્યા કરાઈ હતી જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

ડેનમાર્કના સાઉથ કેરોલીનના એક સ્ટોરની બહાર બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણાના કડી તાલુકાના ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ પટેલની હત્યા કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સ્ટોરમાં એક સ્થાનિક અશ્વેત યુવકે ગોળી મારી બન્ને ગુજરાતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બન્ને ગુજરાતીઓની હત્યા કરવામાં આવી છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ડેનમાર્ક પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.