મોરબી: ટંકારાના બંગાવડી નજીક ગોજારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ટંકારાના બંગાવડી નજીક કારે એક બાઈકને ટક્કર મારી હતી. જે બાદ બાઈક પર સવાર કાકા- ભત્રીજાને ગંભીર ઈજા પહોંચતા બન્નેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.


બાઈકમાં જતા કાકા અને ભત્રીજાના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતા પરિવારમાં માતમ થવાયો છે. કારનો ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના નામ  પરષોતમભાઈ પરમાર અને નાગજીભાઈ છે. બન્નેને ભાદરાથી ટંકારા જતા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો.


દાંતાના કાંટીવાસ- ગોઠડા ગામ વચ્ચે ટેન્કર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. દૂધ સાગર ડેરીના ટેન્કર અને રિક્ષા સામ સામે ટકરતા આ અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર 7 લોકોમાંથી 3ના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે વધુ ચાર લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે. ઘટનામાં કમનસીબ મૃતકો દાંતાના કાંટીવાસ માલણા ગામનાના હોવાનું  સામે આવ્યું છે.


એક જ દિવસમાં 5 'હિટ એન્ડ રન'ની ઘટનાથી લોકોમાં ભય


જ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, તાજેતરમાં જ અમદાવાદ, ભાવનગર, સુરત, રાજકોટ, બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનાથી લોકોમાં ફફટાટ ફેલાયો છે. મહેસાણામાં એક જ દિવસમાં પાંચ હિટ એન્ડ રનની ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો છે, આ ઘટનાઓમાં અલગ અલગ સ્થળે કુલ એક વ્યક્તિનુ મોત થયું છે, જ્યારે ચારથી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે.  મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની છે. મહેસાણામાં તેજ રફતાર વાહન ચાલકોનો કેર વધતાં એકે જીવ ગુમાવ્યો છે, તો વળી, ચારથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા બાદ હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં છે. 


એક જ દિવસમાં જિલ્લામાં પાંચ હિટ એન્ડ રનની ઘટનાઓ ઘટી 


1. વિસનગર વડનગર રૉડ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારી, આ ટક્કરમાં રાહદારીનુ મોત થયું. 
2. મહેસાણાના કસ્બા વિસ્તારમાં રીક્ષાચાલક એક વ્યક્તિને ટક્કર મારીને ફરાર થઇ ગયો, રાહદારી ઘાયલ.
3. મહેસાણા મુખ્ય બજારમાં માહિતી ભવન પાસે મારૂતિ સ્વિપ્ટ કાર ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી અને ફરાર થઇ ગયો. 
4. માનવ આશ્રમ ચોકડી સાંઈબાબા મંદિર વચ્ચે અજાણ્યા મૉટરસાયકલ ચાલક એક વ્યક્તિને ટક્કર મારી, બાદમાં ફરાર થઇ ગયો. 
5. મહેસાણા વિમલ ડેરી પાસે જીપચાલકે એક વ્યક્તિને ટક્કર મારી અને ફરાર થઇ ગયો.