સુરત: હાઈકોર્ટની ટકોર છતા ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ખાસ કરીને મોટા શહેરમાં લોકોની હાલત કફોડી બની છે. રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનું અકસ્માતે મોત થયું છે. સુરતમાં બાઈક પર સવાર બે ભાઈઓમાંથી એકનું હોસ્પિટલમાં મોત થયું છે. સુરતના માસમાં ખાતે રહેતા મિશ્રા પરિવારના બે ભાઈઓ ગત રોજ બાઇક ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. સરોલી-માસમાં રોડ પરથી બાઇક લઈ પસાર થતાં હતા ત્યારે 22 વર્ષીય તુષાર મિશ્રા અને મોટા ભાઈ ગૌરવ મિશ્રાને અકસ્માત નડ્યો હતો.
સુરતમાં રખડતું ઢોર વચ્ચે આવી જતા અકસ્માતની ઘટનામાં 22 વર્ષીય તુષાર મિશ્રા નામના યુવકનું મોત થયું છે. મૃતક તુષાર મિશ્રા ડાયમંડ કંપનીમાં રત્ન કલાકાર પરિવારમાં પિતા અને બે ભાઈઓ છે. પરિવારમાં તુષાર મિશ્રા નાનો ભાઈ છે. બંને ભાઇઓ બાઇક પર સરોલીથી માસમાં ગામ જઈ રહ્યા હતા ત્યારે તુષાર બાઇક ચલાવી રહ્યો હતો અને મોટો ભાઈ ગૌરવ પાછળની સીટ પર બેઠો હતો. જે દરમ્યાન અકસ્માત નડતા બે પૈકીના નાના ભાઈનું ઘટનામાં મોત થયુ હતું.
મૃતકના મિત્ર વર્તુળ પાસેથી મળતી જાણકારી અનુસાર,બંને ભાઈઓ કામેથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે વેળાએ આ અકસ્માત નડ્યો હતો.સામેથી આવી રહેલા વાહનના લાઈટનો પ્રકાશ તુષારની આંખો પર પડતા એકાએક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેથી રસ્તા વચ્ચેથી પસાર થતાં ઢોર સાથે બાઈકનો અકસ્માત થયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત બંને ને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તુષારનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.જ્યારે ગૌરવને હાથના ભાગે ફ્રેક્ચર થતાં હાલ સારવાર હેઠળ છે. તુષારના મોતના પગલે પરિવારમાં હાલ શોકનો માહોલ છે. તુષારના લગ્ન હાલ જ થયા હતા અને પત્ની હાલ વતનમાં રહે છે.
એક જ દિવસમાં 5 'હિટ એન્ડ રન'ની ઘટનાથી લોકોમાં ભય
જ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, તાજેતરમાં જ અમદાવાદ, ભાવનગર, સુરત, રાજકોટ, બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનાથી લોકોમાં ફફટાટ ફેલાયો છે. મહેસાણામાં એક જ દિવસમાં પાંચ હિટ એન્ડ રનની ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો છે, આ ઘટનાઓમાં અલગ અલગ સ્થળે કુલ એક વ્યક્તિનુ મોત થયું છે, જ્યારે ચારથી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની છે. મહેસાણામાં તેજ રફતાર વાહન ચાલકોનો કેર વધતાં એકે જીવ ગુમાવ્યો છે, તો વળી, ચારથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા બાદ હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં છે.
એક જ દિવસમાં જિલ્લામાં પાંચ હિટ એન્ડ રનની ઘટનાઓ ઘટી
1. વિસનગર વડનગર રૉડ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારી, આ ટક્કરમાં રાહદારીનુ મોત થયું.
2. મહેસાણાના કસ્બા વિસ્તારમાં રીક્ષાચાલક એક વ્યક્તિને ટક્કર મારીને ફરાર થઇ ગયો, રાહદારી ઘાયલ.
3. મહેસાણા મુખ્ય બજારમાં માહિતી ભવન પાસે મારૂતિ સ્વિપ્ટ કાર ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી અને ફરાર થઇ ગયો.
4. માનવ આશ્રમ ચોકડી સાંઈબાબા મંદિર વચ્ચે અજાણ્યા મૉટરસાયકલ ચાલક એક વ્યક્તિને ટક્કર મારી, બાદમાં ફરાર થઇ ગયો.
5. મહેસાણા વિમલ ડેરી પાસે જીપચાલકે એક વ્યક્તિને ટક્કર મારી અને ફરાર થઇ ગયો.