સાબરકાંઠામાં સામે આવેલા બાળ તસ્કરીના ચકચારી કેસમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. બાળકને વેચવાના આરોપસર સીતારામ પરમાર અને એજન્ટ કવિતા જાદવને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે. બંનેની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંનેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

Continues below advertisement

બાળકને વેચવાના આરોપમાં કાર્યવાહી

Continues below advertisement

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, સીતારામ પરમાર પર બાળકને વેચવાનો આરોપ છે, જ્યારે કવિતા જાદવ કથિત રીતે એજન્ટ તરીકે સમગ્ર મામલામાં સંકળાયેલી હોવાની માહિતી સામે આવી છે. બંને આરોપીઓને શોધવા માટે પોલીસે તપાસ તેજ કરી હતી અને આખરે મુંબઈમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે તેમના રિમાન્ડની માગણી કરી હતી. કેસની તપાસ, બાળકની સોદાબાજીમાં બંનેની ભૂમિકા અને અન્ય સંડોવાયેલા લોકો અંગે માહિતી મેળવવા માટે પોલીસે રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે બંનેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

અગાઉ પાંચ આરોપીની ધરપકડ

આ કેસમાં પોલીસે અગાઉ પણ પાંચ આરોપીની ધરપકડ કરી હતી. જેમાંથી ચાર આરોપી હાલ 11 દિવસના પોલીસ રિમાન્ડ પર હોવાનું સામે આવ્યું છે. હવે વધુ બે આરોપીની ધરપકડ થતાં આ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા વધી છે.

રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાની શક્યતા

હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સીતારામ પરમાર અને કવિતા જાદવના રિમાન્ડ દરમિયાન બાળકની સોદાબાજી કેવી રીતે થઈ, તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને સમગ્ર નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. નોંધનિય છે કે, કવિતા પ્રતાપ જાધવે બે લગ્ન કર્યા છે. પ્રથમ પતિ પ્રતાપ જાધવનું મોત નીપજ્યાનું જણાવી રહી છે. બીજા લગ્ન મોડાસાના મુસ્લિમ શખ્સ સાથે કર્યા છે. પરંતુ તેની સાથે પણ તે હાલ નહોવાનું જણાવ્યું હતું અને હાલ તે  એકલી રહે છે. કવિતા બાળતસ્કરીના કેસમાં આંધ્રપ્રદેશમાં છ એક મહિના જેલમાં હતી અને તાજેતરમાં જ બહાર આવી છે તે અંદાજે 50 હજારનું કમિશન લઈ નૂરી શેખના માધ્યમથી મુન્નાને બાળકો વેચતી હોવાનું જણાવા મળ્યું છે. 

પ્રાથમિક પૂછપરછમાં સીતારામ પરમાર નામનો શખ્સ દેવીલાલનો સંપર્ક કરી કમિશન પેટે નાણાં આપી બાળકો મુંબઈ મંગાવી ડોંબીવલી ઈસ્ટમાં રહેતી કવિતા જાધવને પહોંચાડતો હતો અને આ બાળકો નૂરી હારુન શેખ નામની મહિલા મારફતે નગાપ ઉર્ફે મુન્નાને વેચી  આપતા હતા. બંનેને પકડવા તજવીજ ચાલુ છે

પોલીસ તપાસનો વ્યાપ વધ્યો

બાળ તસ્કરી જેવા ગંભીર કેસમાં પોલીસ હવે આરોપીઓ વચ્ચેના સંપર્કો, નાણાકીય વ્યવહારો અને બાળકની હેરફેર સંબંધિત કડીઓ તપાસી રહી છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓ અને હવે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ બાદ સમગ્ર ઘટનાક્રમની વધુ વિગતો બહાર આવી શકે છે.