છોટાઉદેપુર: પાવીજેતપુરના બાર ગામ નજીક એક ગોજારો અકસ્માત સર્જાયો છે. લગ્ન વિધિ પતાવી જ્યારે જાન કન્યાને લઈને પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં રાઠવા પરિવારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમા કારમાં સવાર વરરાજાના પિતાનું અવસાન થયું છે. આ કારમં ચાર વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતમાં વરરાજાના પિતા જશવંતભાઈ સોમાભાઈ રાઠવાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે, જ્યારે અન્ય સવાર માનવ ભગવતનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત હાલ બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે કદવાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે બોડેલી સરકારી દવાખાને મોકલી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું


અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો સતત નવી સપાટી વટાવી રહ્યો છે. અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં બે દિવસ યલો એલર્ટ રહેશે. તો ગુરૂવારે રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 46 ડિગ્રી સાથે ગુરૂવારે સુરેંદ્રનગર રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર બન્યું હતુ. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 45.2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.


અમદાવાદમાં સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદમાં હજુ આગામી રવિવાર સુધી ગરમીનો પારો 45 ડિગ્રીને આસપાસ રહે તેવી શક્યતા છે. કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે આજે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


રાજ્યના અલગ અલગ શહેરોમાં ગુરૂવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો સુરેંદ્રનગરમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમદાવાદમાં ગરમીનો પારો 45.2 સુધઈ પહોંચી ગયો હતો. પાટનગર ગાંધીનગરમાં ગરમીનો પારો 44.9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો અમરેલીમાં ગરમીનો પારો 44.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાજકોટમાં ગરમીનો પારો 44.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો ડિસામાં ગરમીનો પારો 43.2 ડિગ્રી પહોંચ્યો હતો.


કંડલા એયરપોર્ટ પર 42.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો ભૂજમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 42.1 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો વડોદરામાં ગરમીનો પારો 41.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ભાવનગરમાં ગરમીનો પારો 40.7 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.