સુરેન્દ્રનગરઃ લખતર રોડ પર સરપંચ લખેલી કારનો અકસ્માત, બેનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Jul 2019 09:36 AM (IST)
કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની આશંકા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વઢવાણઃ વઢવાણ લખતર રોડ પર આવેલા કોઠારિયા ગામ પાસે સરપંચ લખેલી કારે પલટી મારતા બે વ્યક્તિના મોત થયા છે. આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું મોત થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા થતાં તેમને સારવાર માટે સી.યુ. શાહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની આશંકા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. GJ-38 B-6687 નંબરની કારને કોઠારિયા પાસે અકસ્માત સર્જાયો હતો.