ભુજ: માતાનામઢથી દર્શન કરી પરત ફરી રહેલા મધ્યપ્રદેશના રતલામ ગામના 11 લોકોનાં માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યાં હતાં. માતાના મઢથી શ્રમીકો છકડામાં ભુજ પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. જેમાં છકડામાં સવાર પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય 6 લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ભુજ તાલુકાના માનકુવા અને ડાકડાઇ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 13 સભ્યો સાથેનો છકડો જ્યારે માતાના મઢથી ભુજ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રકે છકડાને રોગસાઈડમાં આવી જોરદાર ટક્કર મારી હતી. જેમાં પાંચ સભ્યોનાં તો ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે અન્ય સભ્યોને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.

જોકે ટક્કર એટલી જોરદાર હતી કે સારવાર દરમિયાન વધુ 6 વ્યક્તિના મોત નીપજ્યાં હતા. મૃતકો તમામ મધ્યપ્રદેશના રતલામ ગામના વતની છે અને હાલ ભુજના મુન્દ્રા રોડ પર મજુરી કામ અર્થે અહીં રહે છે. મૃતકોમાં 3 બાળકો 3 મહિલા અને પાંચ પુરૂષનો સમાવેશ થાય છે.

મૃતકોના નામ: 1- પરબત ધનાજી ભલાઇ, 2- મુકશે રણછોડ ચમાર, 3- રાધેશ્યામ શંકરલાલમ ચમાર, 4- પપ્પુ રતનલાલ ભલાઇ, 5- રીના પપ્પુ ભલાઇ, 6- વસુંધરા રણછોડ ચમાર, 7- પુજા રાધેશ્યામ ચમાર, 8- બાબુડી ઇશ્વલાલ ચમાર, 9- ખુશી ઇશ્વરલાલ ચમાર, 10- રોહિત પપ્પુ ચમાર 11- માધુ લાલુ ચમાર