થોડા દિવસ પહેલા જામનગર એસપી શ્વેતા શ્રીમાણીની જગ્યાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રનને જામનગર એસપી તરીકે મુકાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે બે પીઆઈની નીમણૂંકના સ્પેશિયલ ઓર્ડર કરવામાં આવ્યા છે. બે બિનહથિયારધારી પીઆઈની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે.
પોલીસ સુત્રો પ્રમાણે, આણંદના પીઆઈ કે.જી.ચૌધરી અને સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના પીઆઈ એસ.એસ.નિનામાને જામનગર મુકવામાં આવ્યા છે. આ બંન્ને પીઆઈની જામનગર મુકવા પાછળ ખાસ મિશન હોવાની પોલીસ બેડામાં ચર્ચા પણ ચાલી રહી છે.
થોડાં દિવસ પહેલાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીપીસી દિવેન ભદ્રનને જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી હતી જ્યારે વધુ બે બિનહથિયારધારી પી.આઈની અચાનક જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. કે.જી.ચૌધરીને આણંદથી જામનગર બદલી કરાઈ છે જ્યારે એસ.એસ.નિનામાની સોરઠ તાલીમ કેન્દ્રથી જામનગર બદલી કરવામાં આવી છે.
જામનગરમાં નવા પોલીસ વડા તરીકે દિપેન ભદ્રને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. એસ.પી. દિપેન ભદ્રન કચેરીએ આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે એસપી શ્વેતા શ્રીમાળીએ દિપેન ભદ્રનને આવકાર્યાં હતા અને સન્માન ગાર્ડ આપી તેમનું સ્વાગત કર્યું હતું.
IPS દિપેન ભદ્રને SPનો સંભાળ્યો ચાર્જ, ગૃહવિભાગે આ બે PIની અચાનક જામનગરમાં કરી બદલી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 08:53 AM (IST)
થોડા દિવસ પહેલા જામનગર એસપી શ્વેતા શ્રીમાણીની જગ્યાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રનને જામનગર એસપી તરીકે મુકાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે બે પીઆઈની નીમણૂંકના સ્પેશિયલ ઓર્ડર કરવામાં આવ્યા
- - - - - - - - - Advertisement - - - - - - - - -