બનાસકાંઠા: સુઇગામના ઉચોસણ ગામે હ્યદયને કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળકોના ડૂબવાથી મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. બે સગી બહેનો તેમજ એક કૌટુંબિક ભાઈું મોત નીપજ્યું છે. ત્રણ બાળકો ડૂબી જવાથી મોત થતા તેમના વાલી વારસાને જાણ કરવામાં આવી છે. એક જ સમાજના ત્રણ બાળકોના મોત નિપજતાં ગામમાં માતમ છવાયો છે.


 



રાજ્યમાં હજુ બે દિવસ પડશે વરસાદ


 રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  વીજળીના કડાકા સાથે છૂટો છવાયો વરસાદ રહેશે. 9 મેએ અમદાવાદમાં યલો અર્લટની આગાહી કરવામાં આવી છે.  બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધે તેવી શક્યતા છે.


ગુજરાતમાં ત્રાટકી શકે છે ભારે પવન સાથે કમોસમી વરસાદ, જાણો આંબાલાલે શું કરી આગાહી


રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત  આંબાલાલે 11 અને 12 મે વાતાવરણના પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. 



વાવાઝોડા વિશે શું કરી આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર મે માસમાં વરસાદ સાથે વાવાઝોડુ પણ આવી શકે છે. જેની અસર દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશ પર રહેશે. તો 28મી મેથી 4 જૂન વચ્ચે ફરી અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.આબાંલાલના અનુમાન મુજબ મે અને જૂનમાં વાવાઝોડું આવી શકે છે.ઉપરાંત નવેમ્બરમાં પણ તેજ પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આંબાલાલે મે અને જૂનમાં ગુજરાતમાં પણ વાવાઝાડો અને વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. નવેમ્બરના મધ્યમાં પણ વાવાઝોડો અને વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. ઉપરાંત આબાલાલાના કહેવા મુજબ 28મી મેથી 4 જૂન વચ્ચે  ફરી અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ  સર્જાશે. જેના કારણે સૌરાષ્ટ્ર અને પશ્ચિમમા વરસાદ થઇ શકે છે.  કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે. ચોમાસની વાત કરીએ તો આંબાલાલ મુજબ  ચોમાસાની વિધિવત  શરૂઆત 20 જૂનની આસપાસ થવાનો અનુમાન વ્યક્ત  કર્યો છે.



રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત  આંબાલાલે પણ વાતાવરણના પલટાની વાત કરી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ગુજરાતમાં 11 અને 12 મે કમોસમી વરસાદની ફરી આગાહી કરી છે.