Patan Braking: રાધનપુરમાં ગત મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માતની ઘટનમાં બાઈક સવાર બે યુવકોના મોત થયા છે.  અકસ્માતની ઘટનામાં બાદ એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.  રાધનપુર ભીલોટ ત્રણ રસ્તા પાસે બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ભીલોટ ગામના પિયુસ ઠક્કર તેમજ રાધનપુરના અમરાભાઈ ભરવાડ નામના યુવકનું મોત થયું છે. 


મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાયો


ખુદને PMOના અધિકારી ગણાવતા મહાઠગ  કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવમાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  દ્રારા ગઇઇ કાલ મોડી રાતે  કિરણ પટેલને 2.30 કલાકે ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. +જમ્મુ-કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ  મંત્રીના ભાઈનો બંગ્લો પચાવી પાડવાના કેસમાં  કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યા છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં  પૂછપરછ થશે.


મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી લીધી છે.અમદાવાદમાં સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીનમાં આવેલો રૂ.૧૫ કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે માલિનીની ધરપકડ કરી હતી. કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા ક્રાઈમ બ્રાંચે તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ રવિવારે સવારે રોડ માર્ગે કિરણને લેવા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવી છે.


રાહુલ ગાંધીને ગૃહમંત્રી અમિત શાહે ફેંક્યો ખુલ્લો પડકાર