ભુજઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કહેર વચ્ચે દિવાળીની ઉજવણી ચાલી રહી છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન કચ્છમાં ખૂની ખેલ ખેલાયો છે. ખાવડાના દિનારા નજીક આવેલી હારૂનવાંઢમાં બે લોકોની હત્યા કરી નાંખતા આખા ગામમાં હાહાકાર મચી ગયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, હારુનવાંઢમાં એક જ સમાજના બે જુથ્થો વચ્ચે જમીન મુદ્દે મારામારી થઈ હતી. આ મારામારીની ઘટનામાં બેની હત્યા થઈ ગઈ છે. જ્યારે સામે પક્ષે 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા છે. ખાવડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છમાં દિવાળીના તહેવારોમાં ખેલાયો ખૂની ખેલઃ બે લોકોની હત્યા, 3 લોકો થયા ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Nov 2020 03:07 PM (IST)
હારુનવાંઢમાં એક જ સમાજના બે જુથ્થો વચ્ચે જમીન મુદ્દે મારામારી થઈ હતી. આ મારામારીની ઘટનામાં બેની હત્યા થઈ ગઈ છે. જ્યારે સામે પક્ષે 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -