Porbandar: પોરબંદર નજીક દરિયામાં હેલીકોપ્ટર ક્રેશમાં ભારતીય કોસ્ટ ગાર્ડના શહીદ જવાનોને પોરબંદરના સાંસદ કમ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પોતાવી સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રી મનસુખ માંડવીયાએએ જણાવ્યું કે, પોરબંદરના દરિયામાં રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં શહીદ થયેલા જવાનોને ઈશ્વર તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકાકુલ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ સંવેદના વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવાને સર્વોચ્ચ રાખનાર આ વીર જવાનોના બલિદાનના આપણે સદાય ઋણી રહીશું.
તેમજ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું છે કે, પોરબંદર નજીક અરબી સમુદ્રમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હેલીકોપ્ટર ક્રેશ લેન્ડિંગમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના જવાનો શહીદ થવાના સમાચાર હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન વીર જવાનોની આત્માને શાંતિ આપે. આ ઉપરાંત પૂર્વકેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા (પટેલ) સહિત જિલ્લા ભાજપના તમામ હોદેદારો એ પણ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના માં શહીદ જવાનો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
શું હતી ઘટના?
ભારતીય કૉસ્ટગાર્ડ (ICG)ના હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ચારમાંથી ત્રણ ક્રૂ મેમ્બરના મોત નિપજ્યા હતા જ્યારે એક ક્રૂ મેમ્બરનો બચાવ થયો હતો.
ભારતીય કૉસ્ટગાર્ડે એક નિવેદન બહાર પાડ્યું હતું
ભારતીય કૉસ્ટગાર્ડે એક નિવેદન જાહેર કર્યું હતું કે તેનું એડવાન્સ લાઇટ હેલિકૉપ્ટર (ALH) સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભારતીય ધ્વજવાળા મૉટર ટેન્કર હરિ લીલામાં સવાર એક ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને મદદ પૂરી પાડવા માટે દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 45 કિલોમીટર દૂર કરવામાં આવી હતી. કૉસ્ટગાર્ડે કહ્યું કે આ કાર્યવાહી મૉટર ટેન્કરના માલિક હરિ લીલાની વિનંતી પર કરવામાં આવી છે. કૉસ્ટગાર્ડના ક્રૂમાં ચાર લોકો સવાર હતા. અહેવાલ મુજબ ઓપરેશન દરમિયાન હેલિકૉપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
આ પણ વાંચો...