Rain Forecast:રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં બાંસવાડા, ઉદયપુર અને ડુંગરપુર જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે (Meteorological Department) આજે (4 સપ્ટેમ્બર, 2024) ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
સપ્ટેમ્બર મહિનો આવી ગયો હોવા છતાં દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદના માહોલની જમાવટ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગયા મંગળવારે (3 સપ્ટેમ્બર 2024) દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ રાજધાનીમાં યલો એલર્ટ રહેશે. દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આજે વરસાદની (rain) સંભાવના છે.
દિલ્હી અને હિમાચલમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે 4 સપ્ટેમ્બર 2024ના રોજ વરસાદની સંભાવના છે. આ અંગે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આજે પાટનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. હિમાચલમાં પણ હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં વીજળી અને તોફાનને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.
રાજસ્થાનમાં 4-5 દિવસ સુધી વરસાદ પડશે
છેલ્લા 24 કલાકમાં બાંસવાડા, ઉદયપુર અને ડુંગરપુર જિલ્લા સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સીકર રાજસમંદ, ગંગાનગર, ઝાલાવાડ, સિરોહી, જાલોર અને નાગૌરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
બિહારમાં આવું રહેશે હવામાન
બિહારમાં આ વખતે ચોમાસું સક્રિય હોવા છતાં એટલો વરસાદ થયો નથી જેટલો અપેક્ષા રાખવામાં આવ્યો હતો. આજે, 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ પશ્ચિમ અને ઉત્તરીય વિસ્તારો સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે જ અહીં મહત્તમ અને લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા વધુ રહેશે. આ વર્ષે બિહારમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે.
આ પણ વાંચો