અમદાવાદ: વધુ એક વખત રાજ્યના ખેડૂતો પર માવઠાનું સંકટ છે. બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. અમદાવાદ , ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા , જામનગર, મોરબી, ગીરસોમનાથ સહિત અનેક સ્થળે માવઠું વરસી શકે છે .   રાજ્યમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે  30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઇ શકે છે.


આવતીકાલે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની સંભાવના છે.  પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, મહેસાણા, ભાવનગર, અમરેલી અને કચ્છમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  


સૌરાષ્ટ્ર-કચ્છ  કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાની શક્યતા છે. આવતી કાલે અમદાવાદ, ગાંધીનગરમાં પણ માવઠાનુ અનુમાન છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.


સામાન્ય રીતે માર્ચ મહિનાથી તાપમાનનો પારો ધીમેધીમે ઉપર જાય છે.આ વખતે માર્ચ મહિનાની શરૂઆત જ વરસાદની આગાહીથી થઇ છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી દિધી છે. 


હવામાન વિભાગે શનિવારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માવઠું થશે. મધ્ય ગુજરાતનાં વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


ગુજરાતમાં હાલ વરસાદ વરસવાનું કારણ જણાવતા કહ્યુ કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની પોઝિશન અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં છે. નોર્થ ઇસ્ટ અરેબિયન સીમાં જેને સંબંધિત એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યુ છે. જેની સાથે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં બનેલું છે. જેના કારણે ગુજરાતમાં ઉપર જણાવેલા જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે. 


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી


આગામી 48 કલાકમાં રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કચ્છ, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર,પચિમ સૌરાષ્ટ્ર જૂનાગઢ,ભાવનગર અને દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડનાં ભાગોમાં પડી શકે છે વરસાદ. કોઈ કોઈ ભાગોમાં પવન તોફાનો સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા. રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે, 20 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે.