Weather Update: રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી બદલાશે મોસમનો મિજાજ. ગરમીના પ્રકોપ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે માવઠું.


આવતીકાલે દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં પડશે માવઠું.


તો 27 તારીખે અમરેલી, રાજકોટ, કચ્છ,દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


તો 28 તારીખે જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, અને નર્મદા જિલ્લામાં પડશે કમોસમી વરસાદની આગાહી છે.


હવામાન વિભાગના મતે આવતીકાલથી 28 એપ્રિલ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસશે વરસાદ પડશે.


ગરમીનો પ્રકોપ


રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ છે. રાજ્યના ચાર શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જેમાં પણ 41 ડિગ્રી સાથે રાજકોટ અને ભૂજમાં  સૌથી વધુ ગરમી નોંધાઈ છે. જ્યારે સુરેંદ્રનગરમાં 40.4 અને વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે.


આગામી પાંચ દિવસ અમદાવાદમાં 39થી 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે. સોમવારે અમદાવાદમાં 39.7 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, કેશોદમાં 39.4, ગાંધીનગરમાં 39.3 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 38.1 અને ડીસામાં 38.1 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો છે.


દેશનાં હવામાનમાં ફેરફાર


ઉત્તર ભારતનું હવામાન ફરી એકવાર બદલાવા જઈ રહ્યું છે. દિલ્હી-એનસીઆર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગુરુવાર (27 એપ્રિલ)થી વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.


ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ત્રણ દિવસમાં પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. તે જ સમયે, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતમાં આગામી એકથી બે દિવસ સુધી કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળે તેવી અપેક્ષા નથી. બિહાર, યુપી, કેરળ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને અન્ય રાજ્યોમાં આ સમયે ઉનાળાનું તાપમાન તેની ટોચ પર છે, પરંતુ થોડા દિવસોમાં અહીં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.


આજે (25 એપ્રિલ) નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 22 અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે. તે જ સમયે, 26 થી 27 એપ્રિલની વચ્ચે આંશિક વાદળછાયું રહેવાની ધારણા છે. 25 થી 27 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 35 થી 38 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે. તે જ સમયે, 28 અને 29 એપ્રિલે ગાજવીજ સાથે વરસાદ પડશે.