ગાંધીનગરઃ ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે લોકોને ગરમીમાં રાહત મળશે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાં હવામાન વિભાગે  28 અને 29 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે. તે સિવાય રાજ્યમાં આજથી બે દિવસ ભારે પવન ફૂંકાતા  લોકોને ગરમીમાંથી રાહત મળશે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં 28 અને 29 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.  સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તે સિવાય માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ,મેહસાણા, બનાસકાંઠા,સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચમાં વરસાદની આગાહી કરવાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આગામી 25થી 29 મેના રોજ કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે હળવાથી ભારે અને તોફાની વરસાદની આગાહી કરી હતી. અરબી સમૃદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે વરસાદ વરસશે. અંબાલાલ પટેલના મતે ભારે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કેરળમાં 5થી 15મી જૂન આસપાસ ચોમાસુ શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે.


રાજ્યમાં ક્યારથી શરૂ થઈ શકે છે પ્રિમોન્સૂન એક્ટિવિટી


હવામાનના વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 8 જૂનથી પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઇ શકે છે. જેને લઇને રાજ્યભરમાં પ્રિમોન્સૂન પ્લાન મામલે પણ કામગીર થઇ રહી છે. ચોમાસામાં ભરાતા વરસાદી પાણીને લઈને સુરત મહાનગર પાલિકા આ વખતે સજાગ બની છે. આ મુદ્દે  કમિશનરની કડક સૂચના અપાઇ છે. કહ્યું જે પણ વિસ્તારમાં પાણી ભરાશે તેની જવાબદરી ઝોન અધિકારીની રહેશે. ચોમાસામાં પાણી ભરાશે તો  જે તે વિસ્તારના જવાબદાર અધિકારીનો  સામે  કાર્યવાહી કરવામાં આવશે. ઝોનના  અધિકારીએ વરસાદી જાળિયાની સફાઇ થઇ ગયાના પ્રમાણપત્રો મેળવવા પડશે. ઉલ્લેખનિય છે કે, કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ  નિર્ણય લેવાયો હતો.


ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આજથી સમગ્ર ભારતમાં ગરમીનું મોજું સમાપ્ત થઈ ગયું છે. આઈએમડીના હવામાનશાસ્ત્રી આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે "આજે સમગ્ર ભારતમાં ગરમીનું મોજું સમાપ્ત થઈ ગયું છે. આજથી તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું આકાશ રહેશે. અમે રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ચંદીગઢમાં કરા, વાવાઝોડાનું અવલોકન કર્યું છે. આર.કે.જેનમણીએ જણાવ્યું હતું કે આગામી 2-3 દિવસ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને પૂર્વ ભારતમાં પણ તોફાન આવવાની સંભાવના છે