સોમવારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણ પલટાયું હતું. દામનગર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભાના થઈ ગયા હતા જ્યારે અમરેલીના ધારી ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુખપુર, ગોવિંદપુર સહિતનાં ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અમરેલીના સુખપુરમાં ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદી બે કાંઠો વહેતી થઈ હતી. ભર ઉનાળે તેજ પ્રવાહ સાથે વહેતી નદીને જોવા માટે આસપાસનાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તો વરસાદને કારણે કેરીનાં પાકને નુકસાન થવાની સંભાવના છે. બીજી બાજુ ભાવનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધોળા ઉમરાળા રંઘોળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ ખાબતકાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.