Unseasonal Rain Live: રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, રાજકોટ-અમદાવાદ હાઈ વે પર કરા પડ્યાં, રો઼ડ઼ પર છવાઇ બરફની ચાદર

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 Nov 2023 01:17 PM
મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ, રોડ પર નદી વહેતી હોય તેવા સર્જાય દ્રશ્યો

મહેસાણાના વિજાપુરમાં પણ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા અહીં રોડ પર નદી વહેતી હોય તેટલું પાણી ભરાઇ ગયું. રસ્તા પાણી પાણી થઇ જતાં વાહન ચાલકો પરેશાન થયા હતા અને વીજાપુરમાં વરસાદના કારણે મુખ્ય રોડ ટીબી રોડ પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું..

Unseasonal Rain: ગોંડલના કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં મરચા સહિતનો માલ પલળતાં નુકસાન

ગોંડલમાં ગાજવીજ સાથે કમૌસમી વરસાદ વરસતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ વેપારીઓની કપાસ,ડુંગળી,મરચા સહિતની જણસીઓ પલળી જતાં નુકસાન થયુ છે. જોકે કમોસમી વરસાદની આગાહીને કારણે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ યાર્ડમાં ખેડૂતોને માલ નહી લઈને આવવાની સૂચના આપી હતી. યાર્ડ સત્તાધીશોએ આપેલ સૂચનાઓનું વેપારીઓ અણગણતા જણસીને ભારે નુકસાન થયું છે. યાર્ડમાં વેપારીઓના વ્યાપક પ્રમાણમાં મરચા પલળી ગયાના અહેવાલ છે.રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અલગ અલગ ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો. રામોદ બગદાડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  પણ કરા સાથે ધોધમાર વરસાદ પડતા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી .

Unseasonal Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણમાં પણ ખાબક્યો ધોધમાર વરસાદ

પાટણના રાધનપુરમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. રાધનપુર, કમાલપુર, સાથલી, અમીરપુરામાં વરસાદ...સાંતલપુરના વારાહી, અબીયાના,  ગઢા સહિતના ગામોમાં માવઠું ભરશિયાળે વરસાદના કારણે શિયાળુ પાકના વાવેતર પર સંકટ ઉભું થયું છે.

Unseasonal Rain: બોટાદમાં કમોસમી વરસાદ, ભરશિયાળે ચોમાસા જેવો માહોલ

હવામાન વિભાગની આગાહી અનુસાર બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો.ઢસા, પા ટણા,પીપરડી,ગુંદાળાં,સમઢીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં  વરસાદ વરસ્યો.કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ..

Unseasonal Rain: રાજકોટ શહેર સહિત ગ્રામ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની વધારી ચિંતા

રાજકોટના ગોંડલમાં ગાજવીજ સાથે કરા પડ્યા.  કરા સાથે વરસાદ પડતા જીરૂ,ચણા, ધાણા સહિતના શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.  ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના પગલે શહેરના રાજમાર્ગો પર ચોમાસા જેવો માહોલ છવાયો છે. રાજકોટમાં ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, થોરાળા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડતાં તાપમાનનો પારો ગગડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ.

Unseasonal Rain: આગામી 24 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

 હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અહીં ઠંડા પવન  સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘનઘોળ વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. વિઝિબિલિટી ઘટતા અને ભારે વરસાદના કારણે અમદાવાદના હાઇવે પર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો પરેશાન થયા છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Rain live update:વડોદરા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત

વડોદરાના શિનોરમાં વરસાદી માહોલે જમાવટ કરી છે. રાજ્યના અનેક તાલુકાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે.  લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ હોવાથી વરસાદના કારણે લગ્નના રંગમાં પણ ભંગ પડ્યો છે. અનેર સ્થળોએ લગ્નના મંડપ ભીજાયા

Rain live update:વલસાડના તિથલમાં ભારે પવન સાથે વરસાદ,છાપરા ઉડ્યા જનજીવન પ્રભાવિત

રાજ્યમાં સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વલસાડમાં ભારે પવનના સાથે વરસાદ ખાબકતા લારી ગલ્લાના છાપરા ઉડ્યા હતા.  તિથલમાં લારી ગલ્લા ઉપરના છાપરા ઉડ્યા ઉડ્યા હતા.લારી-ગલ્લાના છાપરા ઉડતા દોડધામ મચી ગઇ હતી.  

Unseasonal Rain Live: કચ્છમાં પણ કમોસમી વરસાદના કારણે વીજ પૂરવઠો ખોરવાયો

ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. મોડી રાત્રે 3 વાગે વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો. ગીર સોમનાથમાં પણ માવઠું થયું છે. ધોકડવા અને આસપાસના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે.

Unseasonal Rain Live: રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદે ખેડૂતની વધારી ચિંતા

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે. ધાણા, કપાસ, જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ  છે. ધોરાજીમાં કમોસમી વરસાદને લઈને શહેરના માર્ગો  ભીના થયા છે.

Unseasonal Rain Live: ગીરસોમનાથમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ

તાલાલા ગીર માં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ ફરી સવારે 6 કલાકે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, મકાનનો થોડો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારો માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

Unseasonal Rain LIVE: જુનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ

જુનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જુનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. ગડુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ છે.

Unseasonal Rain Live: કમોસમી વરસાદથી રાજ્યનો 30 ટકા વિસ્તાર પ્રભાવિત

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 13 જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદ  વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. દ.ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. દીવ, દમણ, સેલવાસામાં પણ વરસાદી માહોલ છે. રાજ્યના 30 તાલુકાઓમાં કમોસમી વરસાદ  નોંધાયો છે.


રાજ્યના ચાર તાલુકામાં દોઢ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો,. ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ,સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ પડ્યો.

શિયાળામાં સુરત શહેરમાં જળબંબાકાર, વહેલી સવારથી પડેલા વરસાદથી સુરતમાં ભરાયા પાણી

સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જુની સબ જેલ વિસ્તારમાં સર્વિસ રોડ પર  પાણી ભરાયા છે. વહેલી સવારથી પડેલા વરસાદથી સુરતમાં જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના ઓલપાડ, કીમ, કામરેજ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે.

Unseasonal Rain: રાજકોટ-અમદાવાદ હાઈ વે પર કરાનો વરસાદ,માલીયાસણ નજીક છવાઈ કરાની ચાદર

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવો માહોલ સર્જયો છે. ચોટીલા પાસે પણ ધોધમાર વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. મોરબી શહેરમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો. રાજકોટ  અમદાવાદ હાઇવે પર કરા પડતાં રસ્તા પર બરફની ચાદર છવાઇ છે

બ્રેકગ્રાઉન્ડ

હવામાન વિભાગની આગાહી  વચ્ચે આજે ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે સવારથી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના અનેક ગામડામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ધોરાજી, ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારે છે.


હવામાન વિભાગે 24થી 27 દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝીરો વિજિબિલિટી થઇ જતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી પહી છે.  સુરતમાં ધોધમાર વરસાદ વરસતાં ચોમાસા જેવા માહોલ જામ્યો છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. ગાજવીજ સાથે વહેલી સવારથી અમરેલીના ગ્રામ્યમાં વરસાદી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.